Digital Payment: ડિજિટલ પેમેન્ટમાં કરાશે મોટા ફેરફાર, ઓનલાઈન ફ્રોડને રોકવા માટે સરકારે તૈયાર કર્યો પ્લાન

Digital Payment: મિત્રો ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના સતત વધતા બનાવના કારણે આપણી સરકાર દ્રારા Digital Payment પ્રોસેસમાં અમુક મોટા બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર બે લોકોની વચ્ચે પહેલી વાર થનારા ટ્રાન્જેક્શન માટે લાગનાર ઓછા સમયને વધારવા પર વિચાર કરી રહી છે. મળતી માહિતી મુજબ બે લો કો વચ્ચે 2000 રૂપિયાથી વધુના તમામ Digital Payment ટ્રાન્જેક્શન માટે ટાઈમ લિમિટ 4 કલાક કરવામા આવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Digital Payment માં કરાશે મોટા ફેરફાર

જોકે, નવી પ્રક્રિયાને લઈને આશા છે કે તેનાથી Digital Payment માં અમુક ઘટાડો થવાની શક્યતાઓ છે પરંતુ સરકારી અધિકારીઓના માનવા મુજબ સાઈબર સિક્યોરિટીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા આ ફેરફાર કરવો ખુબ જ જરુરી છે. જો આ પ્લાન ફાઈનલ થાય છે તો Immediate Payment Service (IMPS), Real Time Gross Settlement (RTGS) और Unified Payments Interface (UPI) દ્વારા થનારી ડિજિટલ પેમેન્ટ આ દાયરામાં આવી શકે છે.

મતલબ કે હાલમા જો કોઈ પણ યૂઝર પોતાનુ નવુ UPI એકાઉન્ટ બનાવે છે તો તે પહેલા 24 કલાકમાં વધારેમા વધારે 5000 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરી શકશે. આ રીતે NEFT માં બેનિફિશિયરી એડ કર્યાપછી પહેલા 24 કલાકમાં 50,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશે. પરંતુ સરકારના નવા પ્લાન મુજબ જો કોઈ યૂઝર કોઈ યૂઝરને 2000 રૂપિયાથી વધુ પહેલી વખત મોકલે છે, જેની સાથે આ યુઝરે પહેલા ક્યારેય ટ્રાન્જેક્શન થયુ નથી તો તેના માટે 4 કલાકનો ટાઈમ લિમિટ લાગુ કરવામા આવશે.

એક અધિકારીએ જણાવ્યુ હતુ કે અમે પહેલીવાર કરવામાં આવી રહેલા 2000 રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્જેક્શન માટે 4 કલાકનો ટાઈમ લિમિટ સેટ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. તેના વિશે ભારત સરકાર સરકાર અને RBI દ્રારા, ઘણી પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર બેન્ક અને ટેક કંપનીઓ જેમ કે ગૂગલ અને Razorpay સહિત ઈન્ડસ્ટ્રી સ્ટોકહોલ્ડર્સ સાથે મંગળવારે થનારી એક બેઠકમાં આ વિશે વિચાર કરવામાં આવશે.

આ પણ વાંચો: આધાર કાર્ડ લઇને આવી નવી અપડેટ આ તારીખ સુધી પતાવી લો આ કામ, નહિતર ચુકવવો પડશે હવે ચાર્જ જાણૉ

2022-23 માં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ ફ્રોડ

નાણાકીય વર્ષ 2022-23 માં ડિજિટલ પેમેન્ટ કેટેગરીમાં બેંકોએ ઘણા બધા ફ્રોડ નોટિસ કર્યા છે. RBI Annual Report 2022-23 માં આ વાતની જાણ કરવામાં આવી છે. વર્ષ 2023માં બેન્કિંગ સિસ્ટમમાં કુલ 13,530 ફ્રોડ કેસ રજિસ્ટર થયા જેમાં 30,252 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનુ બહાર આવ્યુ છે. જેમાંથી લગભગ 49 ટકા (6,659 કેસ) ડિજિટલ પેમેન્ટ એટલે કે કાર્ડ/ઈન્ટરનેટ વગેરેમા થયા હોવાનો ખુલાસો થયો છે.

હાલમા ડિજિટલ પેમેન્ટના નિયમોમાં ફેરફારને લઈને હજુ ફક્ત ડિસ્કશ જ થઈ રહ્યુ છે. તાજેતરમાં જ કોલકાતાના પબ્લિક સેક્ટર લેન્ડર UCO બેન્કે પોતાના એકાઉન્ડ હોલ્ડર્સના ખાતામાં IMPS દ્વારા 820 કરોડ રૂપિયા ક્રેડિટ થવાની જાણકારી આપી ત્યારે આ વિશે વિચાર-વિમર્શની શરૂઆત થઈ.

ગયા અઠવાડિયે યૂકો બેન્કે એક નિવેદનમાં કહ્યુ હતુ કે 10-13 નવેમ્બર વચ્ચે IMPS માં ટેક્નિકલ ખામીના કારણે બીજી બેન્કોના ખાતાધારકો દ્વારા કરવામાં આવેલા અમુક ટ્રાન્જેક્શન થયા અને યૂકો બેન્કના ખાતાધારકોના ખાતામાં રિસીપ્ટ વિના ક્રેડિટ થઈ ગયા. હવે આ મામલાના CBIને સોંપી દેવાયો છે.

28 નવેમ્બર એટલે કે મંગળવારે ભારત સરકાર નાણા મંત્રાલય હેઠળ આવનાર ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસેઝ દ્રારા એક બેઠકનુ આયોજન કરવમા આવશે જેમાં ભારત સરકાર અને પ્રાઈવેટ સ્ટેકહોલ્ડર્સની સાથે ડિજિટલ પેમેન્ટ ફ્રોડ, ફાયનાન્સિયલ ક્રાઈમ અને સાઈબરસિક્યોરિટી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવામાં આવશે જેથી ફ્રોડ એક્વિટિી પર લગામ કસી શકાય.