Sukanya Samriddhi Yojana: દિકરી માટે આજથી કરો આ કામ ભવિષ્યનું નહીં રહે ટેન્શન, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માત્ર આટલું કરો રોકાણ મેળવો રૂ.4.48 લાખ, તો રાહ શેની ?

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકારે કમર કસી અને બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. 25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે સરકાર દરેક કદમ પર તમારી સાથે છે. દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના તો ચાલો એના વિશે જાણીએ વિગતે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણૉ અને તમારી દિકરી માટે આજથી કરો આ કામ ભવિષ્યમાં નહીં રહે ટેન્શન

યોજનાનું નામસુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)
શરૂઆતકેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થી0 થી 10 વર્ષની વયની છોકરીઓ
ઉદ્દેશ્યદીકરીઓનું ભવિષ્ય સુધારવું
રકમન્યૂનતમ 250, મહત્તમ 1.5 લાખ
રોકાણનો સમયગાળો15 વર્ષ સુધી
વ્યાજ દરવાર્ષિક 8% વ્યાજ મળશે

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેન જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી તો આજે આપણે એના વિશે જાણીશું.

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણૉ – Sukanya Samriddhi Yojana

આ સુકન્યા સમૃદ્ધિ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 15 મહિનાની અંદર જ દેશમાં 76 લાખ સુકન્યા અકાઉન્ટ ખુલ્યાં છે અને તેમાં 2,800 કરોડ રૂપિયા જમા થયા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે મેચ્યોર થાય છે. શરૂઆતના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવા પડે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતુ તેમના માતા પિતાના નામ પર ખુલે છે. જો કોઈ માતા પિતા દીકરીની એક વર્ષની ઉંમરમાં જ દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરે તો એક વર્ષમાં 1,50,000 રૂપિયા જમા થશે. આ પ્રકારે 15 વર્ષમાં 22,50,000 રૂપિયાનું રોકાણ કરશે. જૂના વ્યાજદર અનુસાર આ રકમ પર ગણતરી કરવામાં આવે તો 21 વર્ષે 44,84,534 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ સ્કીમ મેચ્યોર થાય ત્યાં સુધીમાં તમે 67,34,534 રૂપિયા જમા કરી લેશો.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસિયત જાણૉ ?

  • દર વર્ષે ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
  • જમા રકમ પર વાર્ષિક ૯.૩ ટકા હિસાબે વ્યાજ મળે છે.
  • નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
  • જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.
  • દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે કેવી રીતે ખોલશો ખાતું?

હવે આ યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

  • સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .
  • પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
  • પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
  • તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરો. (જાણો કંઇ કંઇ બેંકમાં ખોલાવી શકો છો સુકન્યા સમૃદ્ધિ ખાતું)

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજનાની યોગ્યતાઓ / લાયકાત કે કોણ કરી શકે આ યોજનામાં અરજી ? ( Who can apply ? Sukanya Samriddhi Yojana )

  • આ યોજનાનો લાભ ફક્ત ભારતના નાગરિકો જ મેળવી શકે છે.
  • જે 10 વર્ષથી ઓછી ઉમર ધરાતી છોકરીઓને જ આ યોજનાનો લાભ મળશે.
  • બાળકીના માતા-પિતા/વાલીઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • આ યોજનામાં જોડાવવા માટે તમ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા ધરાવતા હોવા જોઇએ.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.
  • આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે.
  • ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે

શું છે આ સુકન્યા સમૃદ્ધિ યોજના ફાયદાઓ ?

  • દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક મદદ કરવી,
  • બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા આ યોજનાની શરૂઆત કરાઇ
  • દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત અને મજબૂત કરવું.
  • નાણાકીય વર્ષ 2023-24 મુજબ આ યોજનામાં 8%ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • 18 વર્ષની થઈ ગયા બાદ છોકરી પોતાનું એકાઉન્ટ જાતે જ મેનેજ કરી શકે છે.
  • દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ માં આ યોજનાની શરૂઆત કરાઇ

સુકન્યા સમૃદ્ધિ યોજના મહત્વના મુદ્દાઓ / મહત્વપૂર્ણ નિયમો:

  • આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
  • માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અરજી કરવા માટે ક્યા જરૂરી દસ્તાવેજો જોઇશે ?

  1. યોજના માટે જરૂરી દસ્તાવેજ
  2. બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
  3. એડ્રેસ પ્રુફ
  4. આઈડી પ્રુફ
  5. પાન કાર્ડ
  6. પાસપોર્ટ
  7. રાશન કાર્ડ
  8. લાઈટબિલ
  9. ડ્રાઈવિંગ લાયસન્સ
  10. ફોન બિલ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલું વ્યાજ મળે છે ?

  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવામાં આવેલી રકમ પર 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં માતાપિતાએ વાર્ષિક 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • માતા-પિતા દ્વારા 15 વર્ષમાં રોકાણ તરીકે જે રકમ જમા કરવામાં આવશે તે રૂ. 150,000 છે અને તે સિવાય, આ રકમ પર પાકતી મુદત સુધીનું વ્યાજ રૂ. 2,98,969 છે. આ રીતે, જો બંનેને ઉમેરવામાં આવે, તો આ રકમ 4,48,969 રૂપિયા થઈ જાય છે, જે પાકતી મુદત પછી તરત જ પુત્રીના ખાતામાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ ભરવા તથા વધુ વિગતે માટે : અહીં ક્લિક કરો

સુકન્યા સમૃદ્ધિ યોજના ઠરાવ વાંચવા માટે અહીં ક્લિક કરો

આવનાર તમામ યોજનાઓની માહીતી માટે અહીં ક્લિક કરો

કેન્દ્ર સરકારે દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. દીકરી લગ્નને લાયક થશે ત્યારે તે ખર્ચ અને તેના ઉચ્ચ શિક્ષાના ખર્ચને માટે તમારે ચિંતા રહેશે નહીં. આ સ્કીમ તમને ગેરેંટેડ ફાયદો આપે છે. તો રાહ શેની અત્યારેજ જાણો અને કરો અરજી અહીંથી.