Damini App: આકાશમાંથી વીજળી પડતા પહેલા તમને સાવધાન કરી દેશે આ એપ, જાણો કઇ રીતે

Damini App: દામિની નામની એક એવી એપ છે, જે તમને વીજળીનુ એલર્ટ આપી દે છે. દામિનની એપ વીજળી પડ્યાની 30 થી 40 મિનીટ પહેલા એલર્ટ આપે છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આ એપ લગભગ બે વર્ષ પહેલા લૉન્ચ કરવામા આવી હતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતમાં આકાશી વીજળી પડવાની ઘટના વારંવાર બની રહી છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં દેશમાં અનેક ભાગોમાં જીવલેણ વીજળી પડે છે, અને માણસોની સાથે અન્ય બીજુ નુકશાન પણ પહોંચે છે. પણ જો તમે વીજળી પડતા પહેલા ચેતી જાઓ તો કેવુ સારુ. એક એવી એપ ડેવલપ થઇ છે જે તમને વીજળી પડતા પહેલા જ એલર્ટ કરી દેશે. દામિની નામની એક એવી એપ છે, જે તમને વીજળીનુ એલર્ટ આપી દે છે. દામિનની એપ વીજળી પડ્યાની 30 થી 40 મિનીટ પહેલા એલર્ટ આપે છે.

કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આ એપ લગભગ બે વર્ષ પહેલા લૉન્ચ કરવામા આવી હતી. દામિની એપ ઓપન કરવા પર વ્યક્તિ જે લૉકેશન પર છે, ત્યાં મેપ બતાવતુ સર્કલ આવે છે, આ સર્કલ 20 કિલોમીટરના વ્યાસામાં આગળ 30-40 મિનીટ વીજળી સંબંધી એલર્ટ આપે છે. જે જગ્યાએ માણસ ઉભો હોય ત્યાં વીજળી પડવાની છે કે નહીં, તેની જાણકારી સર્કલની નીચે હિન્દી અને અંગ્રેજીમાં આપવામાં આવે છે.

હવામાન વિભાગ પણ પોતાની વેબસાઇટના માધ્યમથી વીજળી પડવાની જગ્યાઓ પરનું એલર્ટ મોકલે છે. જોકે, આ એપ વીજળી પડવાની સૂચનાની સાથે સાથે એ પણ બતાવે છે કે કઇ રીતે સુરક્ષિત રહેવુ. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રૉપિકલ મેટીરિઓલૉજી પુણે દ્વારા આ એપ ડેવલપ કરવામાં આવી હતી. દામિની એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને માટે અવેલેબલ છે.

આ પણ વાચો: ગુજરાતમાં આજે 20 કિમી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાવાળા સાચવજો હિમ વર્ષા પણ થઇ શરૂ…

કોણે બનાવી Damini App

Damini App હવામાન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલ એક મોબાઈલ એપ છે. વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાન, પુણેએ Damini App વિકસિત કરી છે. ત્યારે શું છે દામિની એપ આવો જાણીએ.

દામિની એપ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો

કેવી રીતે કામ કરે છે દામિની એપ

  • દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે.
  • તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે.
  • તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે.
  • જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે.
  • આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે.
  • વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.