UN Manch: સંયુક્ત રાષ્ટ્રના વિવિધ મંચ પર મોટાભાગે ભારત અને પાકિસ્તાન આમને સામને આવતા જ હોય છે. પાકિસ્તાન પોતાની દુશ્મનાવટ છોડવા તેયાર નથી અને ભારત તેનો જડબાતોડ જવાબ આપવાનુ કદી ચુકતુ નથી અને દર વખતે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડતો હોય છે. જોકે શુક્રવારનો દિવસ પાકિસ્તાન માટે થોડી ખુશી લઈને આવ્યો હતો. યુએનની સંસ્થા (UN Manch)યુનેસ્કોના કાર્યકારી બોર્ડના ઉપાધ્યક્ષના પદ માટે થયેલી ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને માત આપી હતી. ચાલો આ લેખમા આ તમામ મુદ્દા વિશે વિગતવાર માહિતી મેળવીએ
UN Manch: યુ એન બેઠક
UNESCO એ યુએનનુ શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક બાબતોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપતુ એક મહત્વનુ સંગઠન છે. તેના કાર્યકારી બોર્ડના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભારત પાકિસ્તાનના ઉમેદવારો આમને સામને હતા. આ બોર્ડમાં કુલ 58 સભ્યો છે અને આમાથી પાકિસ્તાનને 38 સભ્યોએ અને ભારતને 18 સભ્યોએ મત આપ્યા હતા. જેમા પાકિસ્તાને ભારતને માત આપી હતી.
- આ વખતે પેરિસમાં યુનેસ્કોના કાર્યકારી બોર્ડની બેઠક મળી હતી અને તેમાં આ ચૂંટણી યોજવા મા આવી હતી. પાકિસ્તાનને ઉપાધ્યક્ષનુ પદ એવા સમયે ફાળે ગયુ છે જ્યારે પાકિસ્તાનમાં યુનેસ્કોની ઐતિહાસિક ધરોહરના લિસ્ટમાં સામેલ શારદા પીઠ મંદિરને તોડી નાખવામા આવ્યુ છે. આ સાથે સિંધ પ્રાતમાં હિન્દુઓના હિંગળાજા માતાના પવિત્ર મંદિરને પણ કોર્ટના આદેશના આધારે તોડી પાડવામાં આવ્યુ છે.
- UN Manchમા પાકિસ્તાને કહ્યુ હતુ કે, અમે આ જવાબદારીને પૂરી વિશ્વસનિયતા અને પરસ્પર સન્માન સાથે નિભાવીશું. જોકે પાકિસ્તાનની કરની અને કથનીમાં તો તરત જ ફરક દેખાઈ આવ્યો છે. નવાઈ એ વાતની છે. યુનેસ્કોના સભ્ય દેશોએ પાકિસ્તાન પર આટલી મોટી જવાબદારી સોંપીને ભરોસો મુકયો છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં બપોરે 3 વાગ્યા સુધી 55.63% મતદાન થયું; કોંગ્રેસ-ભાજપ વચ્ચે રસાકસી
ભારતને માત્ર 18 વોટ મળ્યા હતા
- યુનેસ્કોના શાસનમાં ઉપરાષ્ટ્રપતિની બહુ મોટી ભૂમિકા હોય છે. 2023 થી 2025 માટે એશિયા પેસિફિક ગ્રુપનુ પાકિસ્તાન ઉપાધ્યક્ષ બન્યુ છે. આ ચુંટણીમા 58 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડમાંથી 38 લોકોએ પાકિસ્તાનને પોતાનો મત આપ્યો. જ્યારે ભારતને માત્ર 18 વોટ મળ્યા છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી હતી. આ સમયગાળા દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં પાકિસ્તાને આ જીત મેળવી હતી. આ જીતથી ઉત્સાહિત, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને તમામ સભ્યોના સમર્થન માટે તેમનો આભાર માન્યો છે.