Rajasthan Election: મિત્રો અત્યારે રાજસ્થાનમાં (Rajasthan Election)ચૂંટણીની 199 બેઠકો પર વોટિંગ ચાલુ છે. અહીંયા કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહિ છે. રાજસ્થાનમાં વોટિંગ પહેલા મુખ્યમંત્રી ગહલોતએ કહ્યું કે અમારી સરકાર જનતાને ગેરન્ટીઓ આપી છે અને છેલ્લા 5 વર્ષોમાં જે વિકાસ કર્યો છે એ જોતા જનતા કોંગ્રેસને ચૂંટીને અમારી સરકારને બીજી વાર પસંદ કરશે એવી ખાત્રી આપી છે.
રાજસ્થાનમાં થયું મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે રસાકસી જાણો વિગતે…
![Rajasthan Election](https://i0.wp.com/digitalgujaratportal.com/wp-content/uploads/2023/11/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-3.png?resize=815.5%2C428&ssl=1)
રાજસ્થાનમાં થયું મતદાન કોંગ્રેસ-ભાજપ વચ્ચે રસાકસી- આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. રાજસ્થાનમા આજે બીજેપી અને કોંગ્રેસમા કાંટે કી ટક્કર જોવા મળી રહિ છે. બંને દળોના નેતા પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. 3 ડિસેમ્બરે ચુંટણીનુ પરિણામ જાહેર કરવામા. રાજસ્થાનમાં કુલ 1862 ઉમેદવાર ચુંટણી લડિ રહ્યા છે અને ત્યા કુલ મતદારોની સંખ્યા 5,25,38,105 છે. તેમાથી 18-30 વર્ષના કુલ 1,70,99,334 મતદારો છે. તેમ જ 18-19 વર્ષના 22,61,08 નવા મતદારો છે.
આ પણ વાંચો: 28 અઠવાડિયાના ભ્રૂણના ગર્ભપાતની આપી મંજૂરી, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને આપી મોટી રાહત
Rajasthan Election: 1 વાગ્યા સુધી 40 ટકા મતદાન
- વિધાનસભા ચૂંટણી (Rajasthan Election)માટે રાજસ્થાનમાં બપોરે 1 વાગ્યા સુધી 40 ટકા મતદાન નોધાયું છે. સૌથી વધુ મતદાન અલવરની તિજારા સીટ પર થયું હતું. તિજારા મતવિસ્તારમાં 52 ટકા મતદારોએ મત આપ્યા છે.
વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત
- ઉદયપુર શહેરમા એક વૃદ્ધનું મોત થયું હતું. સેક્ટર 4 સેન્ટ એન્થોની સ્કૂલમાં એક વૃદ્ધનું મતદાન દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. હાર્ટ એટેકનો ભોગ બનેલા 70 વર્ષના વૃદ્ધ બપોરે મતદાન કરવા આવ્યા હતા.
રાજસ્થાનમાં થયું મતદાન કોંગ્રેસ-ભાજપ વચ્ચે રસાકસી તાજા ન્યૂઝ જોવા અહીં ક્લિક કરો
સચિન પાયલે કહ્યું કે અમને સરકાર બનાવવાનો વિશ્વાસ છે
- કોંગ્રેસ નેતા સચિન પાયલટે ચૂંટણીને લઈને મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ છે કે. રાજસ્થાનમાં તેમની પાર્ટીની સંભાવનાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું કે જનતા ખુબ જ સમજદાર છે જનતા પોતાના અને રાજ્યના હિતમાં યોગ્ય નિર્ણય લેશે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે વધુમા કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે 2018માં મુશ્કેલ સમય હતો. પરંતુ આ વખતે અમે સરકારમાં છીએ અને અમે અમારી પૂરી તાકાતથી આ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે રાજસ્થાનમા અમે ફરીથી સરકાર બનાવીશું.