Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને મોટી રાહત આપી છે. પીડિતાને 28 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપતા પીડિતાને ખુબ મોટી રાહત થઈ છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં ગર્ભપાત મુદ્દે આ સૌથી મોટો ચુકાદો આપ્યો છે. આ ગર્ભપાતની અરજી અમદાવાદના શહેરના એક અનાથ આશ્રમના મહિલા કર્મચારી દ્વારા કરવામા આવી હતી. જેના લીધે ગુજરાત હાઇકોર્ટે તેના પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બીજી બાજુ આ કેસના આરોપી સામે પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધવામા આવી છે.
Gujarat High Courtકોર્ટે ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો આપ્યો
- ગર્ભપાતની મંજૂરી આપતા પહેલા કોર્ટે મહત્વના અવલોકનો કર્યા હતા. તે અંગે કોર્ટે કહ્યું કે, પીડિતાએ ઓપરેશન માટેની હોસ્પિટલમાં જરૂરી બાંહેધરી આપવાની રહેશે. કોર્ટે વધુમા જણાવ્યુ છે કે જો ગર્ભપાત સમયે બાળક જીવિત નીકળે છે તો તે બાળકની તમામ જવાબદારી હોસ્પિટલ અને રાજ્ય સરકાર ઉઠાવશે. તેમજ તેના આગળ ભવિષ્યમાં બાળકના ભરણ પોષણની તમામ જવાબદારી પણ સરકારી એજન્સીઓની રહેશે. એક 16 વર્ષીય અનાથ સગીરાના 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ રાહીલ જૈને હાઈકોર્ટમા અરજી કરી હતી. તે અરજીને જજ વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ કરાઈ હતી. આ અરજી અમદાવાદના અનાથ આશ્રમના મહિલા કર્મચારી દ્વારા કરવામા આવી હતી.
ગુજરાત હાઇકોર્ટનો ગર્ભપાત મુદ્દે ઐતિહાસિક ચુકાદો
- સગીરાના આવનાર બાળકની જવાબદારી અંગે પણ કેટલાક પ્રશ્નાર્થ ઊભા થતાં Gujarat High Court આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, 16 વર્ષીય સગીરા જ્યારે ગર્ભપાત કરાવા ઓપરેશન માટે જ્યારે હોસ્પિટલ જાય ત્યારે સગીરાને ડોક્ટરને જરૂરી બાંહેધરી આપવી પડશે. અને જો સગીરા હોસ્પિટલમાં હોય તે સમયે 28 અઠવાડિયાના ગર્ભમાં બાળક જીવિત હોય તો તેને જીન્મ પણ આપવો પડશે. જો બાળક જીવિત હોય તેવા સંજોગોમાં બાળકના ભરણપોષણ અને આગળની તમામ જવાબદારીઓ ગુજરાત સરકાર ઉઠાવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ ભારે પવન સાથે માવઠાની આગાહી, 2થી 3 ઇંચ થઇ શકે છે વરસાદ , જુઓ કયા-કયા વિસ્તારો પર સંકટ
હોસ્પિટલનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે
- ગર્ભવતી સગીરાના હોસ્પિટલનો તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે. આમ આ પ્રકારનો ચુકાદો આપતા Gujarat High Court દ્વારા મહત્વના અવલોકન પણ ચુકાદામાં જાહેર કર્યા હતા. જેમાં એક મુદ્દો એવો પણ સામે આવ્યો કે, રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ એવો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જ્યાં બળાત્કાર પીડિતા જે સગીર વયની હોય તેને ગર્ભપાત માટેની મંજૂરી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે.
અગત્યની લિંક્સ
Guj Highcourt Official Website | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |