Education Loan: મિત્રો દર વર્ષે ભારત દેશમાંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જાય છે. જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન દ્વારા અભ્યાસ કરતા હોય છે પરંતુ એજ્યુકેશન લોન મેળવવાની પ્રક્રિયા થોડી અઘરી હોય છે જેથી ઘણા બધા લોકોનું ભણતર આજે પણ અટકી રહ્યુ છે અને સપનાઓ ચકનાચુર થઇ થઇ રહ્યા છે તો આજે અમે તમને લોન કેવીરીતે મેળવવી જેના વિશે માહીતગાર કરીશું તો ચાલો જાણીયે કેવીરીતે મેળવશો વિદેશ અભ્યાસ લોન જાણો ?
એજ્યુકેશન લોનને લઇને હવે તમારા સપના નહીં થાય ચકનાચુર જાણો અને આ રીતે મેળવો લોન અને કરો વિદેશ અભ્યાસ
શૈક્ષણિક પ્રતિષ્ઠિત સંસ્થા
- શૈક્ષણિક લોન મેળવવાની પ્રક્રિયામાં સંસ્થાની પ્રતિષ્ઠા એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અભ્યાસ માટે યુનિવર્સિટી અથવા કોલેજ પસંદ કરતી વખતે વિદ્યાર્થીઓ ઘણીવાર ઓછી ફીને કારણે ઓછી પ્રખ્યાત સંસ્થાઓ પસંદ કરે છે. જેના કારણે તેમને એજ્યુકેશન લોન મેળવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. વિદ્યાર્થીઓ સંસ્થાની પસંદગી કરતી વખતે જોવું જોઈએ કે પ્રવેશ લેવા માટે બેંક તેમને સરળતાથી એજ્યુકેશન લોન આપશે કે નહીં.
આ પણ વાંચો: બિનઅનામત વર્ગ માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ
બેંકો ઉપરાંત ઘણી સંસ્થાઓ પણ આપે છે લોન
- વિદેશમાં અભ્યાસ માટે માત્ર બેન્ક જ નહિ પણ આજકાલ બેંકિંગ અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ સિવાય પ્રોડિજી ફાઇનાન્સ અને એમ પાવર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન આપે છે.તેમજ વિવિધ યુનિવર્સિટીઓ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને શિક્ષણ લોન મેળવવામાં મદદ કરતી હોય છે.
સારો ક્રેડિટ સ્કોર
- Education Loan મેળવવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો ખૂબ જ જરૂરી છે. જો ક્રેડિટ સ્કોર સારો હોય તો લોન મળવાની શક્યતા વધી જાય છે. તેથી શિક્ષણ લોન સાથે આગળ વધારતા પહેલાં તમામ પ્રકારની લોનની ચુકવણી કરી લેવી.
શિષ્યવૃત્તિ અને અનુદાન શોધો
- વિદ્યાર્થીઓએ વિદેશમાં અભ્યાસ કરતી વખતે શિષ્યવૃત્તિ અને અનુદાન વિશે ચોક્કસપણે શોધો. ઘણી બધી યુનિવર્સિટીઓ અને કોલેજો સંપૂર્ણ શિષ્યવૃત્તિ આપતી હોય છે. જો તમને શિષ્યવૃત્તિ અથવા ગ્રાન્ટ મળે છે તો તમારે ઓછી એજ્યુકેશન લોનની જરુર પડશે. તેમ જ આજકાલ લોન સ્કોલરશિપ પણ ઉપલબ્ધ છે. ટાટા ફાઉન્ડેશન, આગા ખાન ફાઉન્ડેશન અને અન્ય જેવી સંસ્થાઓ તરફથી કેટલીક શૂન્ય ટકા લોન પ્રોડક્ટ્સ અને અનુદાન પણ ઉપલબ્ધ છે.
Education Loan માટે જરૂરી દસ્તાવેજો
- Education Loanમેળવવા માટે, KYC દસ્તાવેજો સિવાય, પગાર અને આવકવેરા રિટર્ન જેવા દસ્તાવેજો વિદ્યાર્થીઓએ તિયાર રાખવા. એજ્યુકેશન લોન માટે અરજી કરતા પહેલાં અરજદાર અને કોલેટરલ આપનારા વ્યક્તિ પાસે છેલ્લા કેટલાક વર્ષોના ITR દસ્તાવેજો હોવા જરૂરી છે. સંસ્થા તરફથી મળેલ પુષ્ટિ પત્ર અને અન્ય દસ્તાવેજો પણ વિદ્યાર્થીઓએ તૈયાર રાખવા.