Aadhaar Center: હવે આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવવા છે તો દૂર જવાની જરૂર નથી, જાણૉ કેમ

Aadhaar Center: મિત્રો આપણી પાસે રહેલા વિવિધ ડોકયુમેન્ટમાં આધાર કાર્ડ એ ખુબ જ મહત્વનુ ડોકયુમેન્ટ છે. આધારકાર્ડની આપણે અવારનવાર જરૂર પડતી હોય છે. આધાર કાર્ડમા ઘણી વખત સુધારા કરાવવાની જરૂરીયાત ઉભી થતી હોય છે. સુધારા કરાવવા માટે તમારે તમારા શહેરમા આધાર સેન્ટર પર રૂબરૂ જવુ પડે છે. આધાર સેન્ટર કયા આવેલા છે તેનો ખ્યાલ ન હોવાથી આપણે ઘણી વખત ખોટા ધક્કા ખાવા પડતા હોય છે. આ પોસ્ટમા આપણે તમારા શહેરમા આધાર કાર્ડની કામગીરી ક્યા ચાલે છે અને તેનુ સરનામુ શું છે તેની માહિતી જોઇશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવવા છે ? તો દૂર જવાની જરૂર નથી જાણો કેમ ?

Aadhaar Center

Aadhaar Center – અત્યારેજ ચેક કરો તમારા નજીકનું આધાર સેન્ટર ?

  • દરેક શહેરમા નિયત કરેલા આધાર કેંદ્રો પર જ આધાર કાર્ડની કામગીરી ચાલતી હોય છે. પરંતુ આ આધાર કેંદ્રો કયા આવેલા છે અને તેનો સમય શું હોય છે આપણને તેની જાણના હોવાથી આધાર કાર્ડને લગતા કામ કરાવવા માટે આપણે ખોટા ધક્કા ખાવા પડતા હોય છે. આધાર કાર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in પરથી તમે તમારા શહેરમાAadhaar Center ક્યા આવેલા છે તે ચેક કરી શકો છો.

આ પણ વાંચો: શું તમે જાણો છો ! Aadhar Card ની પણ Expiry છે ? જાણો કેટલા સમય માટે માન્ય રહે છે આ આધાર કાર્ડ ?

Locate Aadhar Centre

Aadhaar Center ક્યાં આવેલા છે તેનુ સરનામું કઇ રીતે જોવું તેની સમગ્ર પ્રોસેસ જોઇએ.

  • સૌથી પહેલા તમે આધાર કાર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://uidai.gov.in ઓપન કરો.
  • ત્યારપછી તેમા તમારી પસંદગીની ભાષા સીલેકટ કરો.
  • હવે આ વેબસાઇટમા સૌથી ઉપર ના ભાગમા મેનુ આપેલા છે. તેમાથી પ્રથમ મેનુ My Aadhaar ઓપન કરો.
  • આ મેનુમા વિવિધ ઓપ્શન આપેલા છે તેમાથી પ્રથમ ઓપ્શન Locate An Enrolment Centre ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારપછી ઓપન થયેલા પેજમા તમે 3 પ્રકારે આધાર સેન્ટર સર્ચ કરી શકો છો. (1) State (2) Postal PIN Code (3) Search Box
  • State: તમે તેમા તમારુ રાજ્ય, તમારો જિલ્લો, તમારો તાલુકો, તમારુ ગામ જેવી વિગતો સબમીટ કરી જે શહેરના આધાર સેન્ટર નુ લીસ્ટ જોવુ હોય તે જોઇ શકો છો.
  • Postal PIN Code: આ ઓપ્શનમા તમે તમારા શહેરના પીન કોડ નાખતા તમામ આધાર સેન્ટરનુ લીસ્ટ અને સરનામુ તમને બતાવશે.
  • Search Box: આ ઓપ્શનમા તમે સીધા કોઇ પણ શહેરનુ નામ સર્ચ કરી આધાર સેન્ટરનુ લીસ્ટ જોઇ શકો છો.

આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેની અગત્યની લીંક

આધાર કાર્ડ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
વધારે માંહિતી માટેઅહિં ક્લીક કરો

દરોજ અપડેટ્સ માટે અમારી Digital Gujarat portal વેબસાઇટની મુલાકાત લેતાં રહો અને નીચે આપેલ ગૂગલ બટનથી ફોલોવ કરો અને મિત્રોને શેર કરો