World Cup 2023 Final: ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલ પહેલાં સાબરમતી રિવરક્રૂઝ પર કરશે ખાસ આ ડિનર, સાથે જાણો આ ટીમની ખાસિયતો

World Cup 2023 Final: મિત્રો 19 નવેમ્બરે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચનો મહા મુકાબલો થવાનો છે. ગઈકાલે ભારતીય ટીમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સાંજે ઓસ્ટ્રેલિયા ટીમ પણ અમદાવાદ પહોંચી જશે. ત્યારબાદ બંને ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ફાઈનલ મેચની પ્રેક્ટિસ કરશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બંને ટીમના ખેલાડીઓ ગુજરાતી નાસ્તાની મોજ માણશે

  • મળતી જાણકારી મુજબ, ભારતીય અને ઓસ્ટ્રેલિયા ટીમ સાબરમતી રિવરક્રૂઝ પર ડિનર કરશે. એટલું જ નહીં તે અટલ બ્રિજની મુલાકાત પણ લઈ શકે છે. આ કારણે કારણે અમદાવાદ રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ બંને ટીમોના ખેલાડીઓ ફેમસ ગુજરાતી નાસ્તો ખમણ અને ઢોકળાંનો પણ આનંદ માણશે.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ઈનામની રકમ જાહેર, વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 32 કરોડ; પુરૂ લીસ્ટ

ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમદાવાદ પહોંચશે PM મોદી

  • આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઈનલ મેચ નિહાળવા માટે અમદાવાદમાં આવવાના છે, આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ જોયાબાદ બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ત્યારપછી મોદી 20 નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.

અગત્યની લિંક્સ

ICC ઓફીસીયલ વેબસાઇટઅહિ ક્લિક કરો
Final Match watch free on Hostar Appઅહિ ક્લિક કરો

World Cup 2023 Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ મહામુકાબલો

  • આ મેચ રોમાંચક રહેવાનું મુખ્ય કારણ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ પછી ફરી વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં (World Cup 2023 Final) એકબીજા સામે ટકરાશે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.