Diwali Vastu Tips: દિવાળી પર કરો આટલી વાસ્તુ ટીપ્સ, આખું વર્ષ મળશે ધનની તંગી માથી મુક્તિ માઁ લક્ષ્મી થશે પ્રસન્ન

Diwali Vastu Tips: દિવાળીનો પર્વ આપણા ભારત દેશમા ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામા આવે છે. દિવાળીનુ આધ્યાત્મિક અને જ્યોતિષ શાસ્ત્ર તથા વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટીએ ઘણુ મહત્વ રહેલુ છે. જ્યોતિષશાસ્ત્ર ની દ્રષ્ટીએ કેટલીક એવી Diwali Vastu Tips જે દિવાળી ના દિવસે કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી આર્થીક તંગી દૂર થાય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Diwali Vastu Tips

Diwali Vastu Tips: દિવાળી વાસ્તુ ટીપ્સ

આપણા દેશમા દર વર્ષે આસો માસની અમાવસ્યાની તિથિએ દિવાળી મનાવવામા આવે છે. અમાવસ્યા તિથિ પર દિવાળી પર્વ આવતો હોવાથી તેનુ મહત્વ ઘણુ વધી જાય છે. દિવાળીની રાત્રે કરવા માટેના કેટલીક Diwali Vastu Tips વિશે જ્યોતિષ શાસ્ત્રમા જણાવવામા આવ્યુ છે. દિવાળીની રાત્રે કેટલાક એવા વાસ્તુ નુસખા છે. જેને અનુસરવાથી ઘરમાં આર્થીક તંગી દૂર થાય છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપ પર બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જાનો સંચાર થતો હોય છે. દિવાળીના દિવસે કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવવાથી તમને ફાયદો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે દિવાળીના દિવસે કયા ઉપાયો કરવાથી લાભ થશે અને તમારા ઘરમાં આર્થિક લાભ અને ધનમાં વધારો થાય.

આ પણ વાંચો: ભારતીય પોસ્ટ વિભાગમાં 1899 જગ્યાની ભરતી, અત્યારેજ કરો ઓનલાઇન અરજી

નાણાકીય લાભ માટે : વાસ્તુશાસ્ત્ર મુજબ જોઇએ તો નાણાકીય લાભ માટે દિવાળીના દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ગંગા જળ છાંટવું. તેની સાથે લાલ રંગનું સ્વસ્તિક પણ બનાવી શકાય છે. એવી લોક માન્યતા છે કે આમ કરવાથી તમને આર્થિક લાભ થાય છે.

આર્થીક સંકટ દૂર કરવા: વાસ્તુશાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે ઘરની તિજોરીમાં સ્ફટિક ત્રિકોણ રાખવો. અથવા તો તાંબાનો ત્રિકોણ પણ રાખવુ. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આવા ઉપાય કરે છે તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

ધન વધારવા માટે: એવી લોકમાન્યતા પણ છે કે દિવાળીના દિવસે ઘરના આંગણામા આંબાના પાનનુ તોરણ બાંધવુ. આ સાથે આંગણામાં તુલસીનો છોડ પણ રાખવો જોઈએ. તુલસીના છોડની પૂજા યોગ્ય વિધિથી કરવી. તેનાથી તમારા ધનમાં વધારો થાય છે.

સુખ અને સમૃદ્ધિ માટે: જીવન મા સુખ અને સમૃદ્ધિ દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે. દિવાળીના દિવસે ઘરના પાંચ ખૂણામાં લોટનો દીવો પ્રગટાવવો અને એક પાંચમુખી દીવો ઘરની ગટર પાસે રાખવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
નકારાત્મકતા દૂર કરવા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર લવિંગ અને કપૂર સળૅગાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

દિવાળી શુભ મુહુર્ત

  • બપોરે 1:30 વાગ્યા થી 2:45 વાગ્યા સુધી
  • સાંજે 6:00 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી
  • રાત્રે 12:30 વાગ્યા થી 2:15 વાગ્યા સુધી