Importance of Deepdan: દિવાળીની ઉજવણી આખા દેશમા ધામ ધૂમ થી કરવામા આવે છે. દિવાલી પર આપણા ઘરે રંગોળી કરવી, ફટાકડા ફોડવા, (Importance of Deepdan) દીપદાન કરવુ આ બધાનુ ખુબ જ મહત્વ હોય છે તો દિવાળી પર કરવામાં આવતું દીપદાનનું મહત્વ શું છે જાણૉ, કયા અને કેટલા દિવા પ્રગટાવવા જાણો અને તમે પણ આ દિવાળી મહોત્સવનો અનેરો આનંદ માણો
Importance of Deepdan: દીપદાન મહત્વ
દિવાળીના તહેવારની આપણા ભારત દેશમા ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર મા પૂજાથી લઈને અનેક વસ્તુઓનું ઘણુ છે. દિવાળીના પર્વ પર તંત્રશાસ્ત્ર આધારિત યમરાજાને Importance of Deepdan ઘણુ મહત્વ રહેલું છે. આ લેખમા આપણે જાણીયે શું હોય છે યમરાજાને દીપદાન, દિવાળી પર કેટલા દિવા પ્રગટાવવા, કઈ જગ્યાએ પ્રગટાવવા તેની માહિતી અમે તમને આ લેખમા આપીશુ.
દીવા દાનના ધાર્મિક લાભ:- હિંદુ માન્યતાઓ અનુસાર, દીપકનું દાન કરવાથી મળતું પુણ્ય ફળ વ્યક્તિને સુખ અને સૌભાગ્યની સાથે સંપત્તિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે દીપકનું દાન કરવાના પુણ્યથી અકાળ મૃત્યુનો ભય અને નવ ગ્રહોના દુષણો દૂર થાય છે. દીવાનું દાન કરવાથી દેવી-દેવતાઓની સાથે પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. દીવાનું દાન કરવાથી જીવનની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.
હિંદુ માન્યતામાં દીપનું ઘણું મહત્વ છે. દીવાને સુખ અને સૌભાગ્યનું કારણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર દિવાળીના સમયે દીપદાનનું ખુબ જ મહત્વ છે. પરંતુ દિવાળીના તહેવાર સિવાય પણ દિપદાનનું ઘણું મહત્વ છે. આજે દિવાળીના દિવસે દિપ દાનનું મહત્વ દીપદાનના ઉપાય અને તેની ધાર્મિક વિધિ વિશે જાણીશું.
યમરાજાને દીપદાન : આપણા પ્રાચીન શાસ્ત્રમાં યમરાજાને દીપદાનનું ઘણુ છે. તેમાં પણ તંત્રશાસ્ત્રના વિદ્વાન પાસેથી કેટલીક ફળદાયી આર્શીવાદ આપતી વાત પણ જાણવા મળે છે. આ પણા ઘરના દરેક સભ્યને યમરાજાના આશીર્વાદ મળે તેમાટે ઘરની કોઈપણ એક વ્યક્તિ દીપદાન કરે તો તેનુ ઘણુ પુણ્ય મળે છે તેવી લોકમાન્યતા છે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામા 312 જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી, પગારધોરણ 10000; ફોર્મ ભરાવાનુ શરૂ
દીવા દાનની વિધિ વિશે જાણો ?
કોઈપણ પવિત્ર સ્થાન પર દીવો દાન કરવા માટે સૌથી પહેલા શરીર અને મનનું શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ પછી માટીના દીવામાં શુદ્ધ ઘી અથવા તેલ નાખીને તે સ્થાન પર લઈ જાઓ અને દીવો પાન કે આસન પર રાખો. જો તમે તેને નદીમાં કરી રહ્યા છો, તો તેને પાંદડાથી બનેલા પાત્રમાં મૂકો અને દીવાને વહાવી દો. ધ્યાન રાખો કે દીવાને સીધો જમીન પર ક્યારેય ન રાખો, કારણ કે આને મોટો દોષ માનવામાં આવે છે. જો તમે તેને કોઈ પવિત્ર સ્થાન પર રાખતા હોવ તો તેને કોઈ વાસણ અથવા ચોખાની ઢગલી કરી તેના પર દિવો મુકી દીપદાન કરો.
સૌથી પહેલા એક માટીનુ કોડીયુ લો. તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર રાખો. હવે કોડીયામા તેલ ભરી ચાર રુ ની આડીવાટ બનાવવી. આ આડીવાટ ને દિવામા એક દક્ષિણ બાજુ, બીજો પશ્ચિમ બાજુ, ત્રીજો પૂર્વ બાજુ અને ચોથો ઉત્તર બાજુ રાખવી. હવે આ ચારેય રુ ની વાટમા આ જ ક્રમ મા દીપ પ્રાગટાવો. તે સમયે તમારુ મો દક્ષિણ દિશા બાજુ રાખો. અને યમરાજને પ્રાર્થના કરો તેનાથી કુદરતી આફત, દુર્ઘટના, શારીરિક, માનસિક કસ્ટ પીડા થી તે વ્યક્તિ અને તેના પરિવાર ની મુક્તિ મળે છે. આ પ્રકારે ત્રણ દિવસ દીપદાન કરવાનો મહિમા રહેલો છે.
દિવાળી શુભ મુહુર્ત
- ધનતેરસ: ધનતેરસ આસો વદ તેરસ તારીખ 10-11-2023.
- કાળીચૌદસ: કાળીચૌદસ તારીખ 11-11-2023.
- દિવાળી: દિવાળી તારીખ 12-11-2023.
દિવાળી શુભ મુહુર્ત જુઓ અહિંથી
દિવાળી વિશે નવી અપ્ડેટ્સ મેળવવા અહિં ક્લિક કરો
દીપદાન વિધી વિશે જાણૉ ?
કોઈપણ પવિત્ર જગ્યા પર દીપદાન કરવા માટે સૌથી પહેલા તમારૂ શરીર અને મનનું શુદ્ધ હોવું જરુ રી છે. ત્યારબાદ માટીના દીવામાં શુદ્ધ ઘી અથવા તેલ નાખીને દીપદાન કરવુ જોઈએ, અને દીવો પાન કે આસન ઉપર મુકવો. જો તમે નદીમાં દિવો કરી રહ્યા છો, તો તેને પાંદડાથી બનેલા પાત્રમાં મૂકો અને દીવાને વહાવી દેવો જોઇએ. ધ્યાન રાખો કે દીવાને સીધો જમીન પર ક્યારેય ન રાખવો જોઇએ, કારણ કે આપણી પૌરાણીક માન્યતા મુજબ આને મોટો દોષ માનવામાં આવે છે. જો તમે તેને કોઈ પવિત્ર સ્થાન પર રાખતા હોય તો તેને કોઈ વાસણ અથવા તો ચોખાની ઢગલી કરી તેના પર દિવો મુકવો.
ક્યાં સ્થળે કરી શકાય દીપદાન ?
જો તમે દિવાળીના દિવસે દીપદાન કરીને પુણ્ય પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમારે આ પવિત્ર તહેવાર પર ગંગા નદીના કિનારે જઈને દીવો કરવો જોઈએ. ગંગાના કિનારે દીવાઓનું દાન કરવું એ માત્ર કારતક મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે જ નહીં પણ દેવ દિવાળીના દિવસે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ દેવી-દેવતાઓ દિવાળી ઉજવવા પૃથ્વી પર આવે છે. કાશીમાં આ દિવસે ગંગાના કિનારે હજારો દીવા પ્રગટાવવામાં આવે છે. ગંગાના કિનારા ઉપરાંત, તમે કોઈપણ મંદિર, જળ મંદિર, પવિત્ર વૃક્ષ, ખેતર-કોઠાર, પુસ્તક, તિજોરી, અનાજ ભંડાર વગેરેની નજીક પણ દિવાળી પર દીવા દાન કરી શકો છો.