Diwali Vacation Date: ગુજરાતની તમામ શાળાઓમા વિદ્યાર્થીઓ માટે દિવાળી અને ઉનાળુ એમ 2 વેકેશન જાહેર કરવામા આવે છે. હવે દિવાળી ના તહેવારો ખુબજ નજીક આવી રહ્યા છે અને શાળાઓમા હાલ સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી છે. તેવામા ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ ગુજરાતની પ્રાથમિક શાળાઓમા દિવાળીના વેકેશન માટેની તારીખો જાહેર કરી છે. 21 દિવસ માટે પ્રાથમિક શાળાઓમા ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે વેકેશન રહેશે.
દિવાળી વેકેશન: (Diwali Vacation Date)
- ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની માટેની તારીખો એક સરખી રહે તે માટે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.૦૯/૧૧/૨૦૨૩ તા.૨૯/૧૧/૨૦૨૩ સુધી એમ કુલ- ૨૧ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે.
- ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમા ઉપર મુજબ વેકેશન ની એકસરખી તારીખો જાહેર કરવામા આવી છે. જેથી પ્રાથમિક/માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક સરખી રહે. આ વેકેશન ની તારીખો સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ તેમજ ગુજરાત રાજ્યની અન્ય તમામ શાળાઓ ને લાગુ પડે છે.
ગુજરાતી કેલેન્ડર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
Diwali Vacation ની તારીખ શું છે ?
- ૯-૧૧-૨૦૨૩ થી ૨૯-૧૧-૨૦૨૩