Hanuman chalisa gujarati – હનુમાન ચાલીસાના રચિયતા તુલસીદાસ છે. જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે. હનુમાન ચાલીસાને ” આરતી, સ્તુતિ, સ્તવન અને સ્તોત્ર” ના શ્રેણીના સ્વરૂપે વાંચન કરવામાં આવે છે. ગુજરાતી લોકો દર શનિવારે હનુમાનજી હનુમાન ચાલીસા વાંચન કરી સ્તુતિ કરે અને ભગવાનની પાર્થના કરે છે.
રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે.
ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે, માટે આ દિવસોએ ખાસ કરીને લોકો સમૂહમાં હનુમાન ચાલીસાનાં પાઠ પણ ગોઠવતાં હોય છે.
હનુમાન ચાલીસા ભગવાન હનુમાનને સંબોધિત એક હિન્દુ ભક્તિ સ્તોત્ર છે. ત્યારે આ લેખમાં ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીશાના બોલ આપવામાં આવ્યા છે. હનુમાન ચાલીસા 17મી સદીમાં મહાન કવિ તુલસીદાસ દ્વારા લખવામાં આવી હતી, જેમણે તેને અવધી ભાષામાં લખ્યું હતું અને તે કવિ તુલસીદાસ રામચરિતમાનસના લેખક તરીકે જાણીતા છે.
હનામાન ચાલીસા ગુજરાતીમાં ( Hanuman chalisa Gujarati) વાંચો અહીંથી
હનુમાન ચાલીસા- ॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
હનુમાન ચાલીસા- ॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
॥ દોહા ॥
પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસહુ સુર ભૂપ ॥
॥ જય-ઘોષ ॥
બોલ બજરંગબળી કી જય ॥
પવન પુત્ર હનુમાન કી જય ॥
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| રમાપતિ રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
|| ઉમાપતિ મહાદેવ કી જય ||
|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||
|| બોલો ભાઇ સબ સંતન કી જય ||
|| ઇતિ ||
હનુમાન ચાલીસા ગુજરાતીમાં ડાઉનલોડ કરો
હનુમાન ચાલીસા વિશે વધુ માહિતી માટે ગુગલમાં વિકિપિડીયામાં જઇને જાણીશું અહિંથી
હનુમાનજી ભગવાન શિવનો અવતાર છે. ત્યારે હનુમાન ચાલીસાનું પુસ્તક તુલસીદાસે 16મી સદીમાં લખ્યું છે. હનુમાન ચાલીસાના શરૂઆતમાં અને અંતમાં દોહા સિવાય 40 શ્લોકો છે.
Vaghasiya Chintan Babubhai
Taluko:- Mendrada Jilo:-Junagarh
Ggam:-Dhatrana
Jay hanuman dada , Supperb Good Article