Matadar Yadi Sudharana 2023: રાજ્યમાં 27 ઓક્ટો.થી 9 ડિસે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

Matadar Yadi Sudharana 2023: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વાર્ધમાં તા. 27 ઓક્ટોબરથી તા. 9 ડિસેમ્બર સુધી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે કાર્યક્રમ હાથ ધરાશે.તા. 27 ઓક્ટોબરના રોજ મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થશે. આ યાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બૂથ લેવલ અધિકારી પાસે જોવા મળી શકશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Matadar Yadi Sudharana 2023

  • નામ દાખલ, સુધારો-વધારો, કમી થઈ શકશે
  • આખરી મતદારયાદી પાંચ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે
  • યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ ઉપર પણ મુકાશે

ઉપરાંત આ યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ ઉપર પણ મુકાશે. ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન તા. 4-5 ઓક્ટોબરે તથા તા.2-3 ડિસેમ્બરે એમ ચાર દિવસ ખાસ ઝુંબેશ ચાલશે. આ દિવસો દરમિયાન રાજ્યમાં દરેક બૂથ પર લેવલ ઓફિસર સવારે 10થી 5 ઉપસ્થિત રહેશે. મતદારો એમના નામ ત્યાં મતદાર યાદીમાં જોઈ શકશે. મતદાર યાદીમાં સુધારો-વધારો કે નામ કમી કરવા માટેના ફોર્મ બૂથ ઉપર મળશે.

આ પણ વાચો: મતદાર યાદી સુધારણા કાર્યકમ, અહીંથી જુઓ તમામ માહિતી

Matadar Yadi Sudharana આ બધી અરજીઓ અંગે તા. 26 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે અને તા. 5 જાન્યુઆરી, 2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. શુક્રવારે અમદાવાદ ખાતે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા તથા મતદાન મથકના પૂનર્ગઠન માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મતદાર યાદીમાં નામ નોંધાવા, સુધારો-વધારો કે નામ કમી કરવા ચૂંટણી પંચની voter helpline app કે VSP જેવા પોર્ટનો ઉપયોગ પણ થઈ શકશે.