Kanya Pujan In Navaratri: મિત્રો નવરાત્રીમા કન્યાપૂજનનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. આપણા દેશમા નવરાત્રી શરૂ થતા તમામ લોકો કન્યાપૂજન કરવા લાગે છે. આઠમ અને નવમીના દિવસે કન્યાભોજનનું કરાવવાથીવિશેષ મહત્ત્વ રહેલુ છે.Kanya Pujan In Navaratri.
કન્યા પૂજન: Kanya Pujan In Navaratri
- આજથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે.
- નવરાત્રીમાં કન્યાપૂજન શા માટે કરવામાં આવે છે
- આઠમ અને નવમીના દિવસે કન્યાભોજનનું વિશેષ મહત્ત્વ રહેલુ છે.
- મિત્રો આજથી નવરાત્રીની શરૂઆત થઈ છે અને 23 ઓક્ટોબરના રોજ નવરાત્રી સમાપ્ત થાય છે. 21/10/2023 રોજ શનિવારે મહાસપ્તમી, 22/10/2023 ના રોજ રવિવારે મહાઅષ્ટમી છે, 23 ઓક્ટોબરના રોજ મહાનવમી અને 24 ઓક્ટોબરના રોજ મંગળવારે વિજયાદશમી છે. તેમજ નવરાત્રીમાં કન્યાપૂજનનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. Kanya Pujan In Navaratri.
એક બાળકને પણ બોલાવવો જોઈએ
- જે લોકો કન્યાભોજન કરાવવા માગે છે તો ક્ન્યાભોજનની સાથે સાથે એક બાળકને પણ ભોજન કરાવવું જરુરી છે, તે બાળકને ભૈરવ તરીકે બોલાવવામાં આવે છે. ભૈરવની પૂજા કર્યા વગર માતાજી પૂજનનો સ્વીકાર કરતા નથી. કન્યાભોજનમા કન્યાઓની સંખ્યા 9થી વધારે પણ હોઈ શકે.
આ પણ વાંચો : નવરાત્રીમાં શા માટે રખાય છે? ૯ દિવસના ઉપવાસ, જાણો લાભ
ઉંમર અનુસાર માતાજીનું સ્વરૂપ
- 10 વર્ષની કન્યા સુભદ્રા છે. માઁ સુભદ્રા ભક્તોની બધીજ મનોકામના પૂર્ણ કરે છે.
- 9 વર્ષની કન્યા સાક્ષાત્ દુર્ગાનું સ્વરૂપ છે. માઁ દુર્ગાની પૂજા કરવાથી તમારા તમામ શત્રુઓનો નાશ થાય છે અને તમારા તમામ કાર્ય પૂર્ણ થાય છે.
- 8 વર્ષની કન્યા સાક્ષાત્ શાંભવીનું સ્વરૂપ છે. માઁ શાંભવીની પૂજા કરવાથી તમને તમારા તમામ વાદ-વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે.
- 7 વર્ષની કન્યા સાક્ષાત્ ચંડિકાનું સ્વરૂપ છે. માઁ ચંડિકાની પૂજા કરવાથી તમને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
- 6 વર્ષની કન્યા સાક્ષાત કાલિકાનું સ્વરૂપ છે. માઁ કાલિકાની પૂજા કરવાથી તમને વિજય, વિદ્યા અને રાજયોગ પ્રાપ્ત થાય છે.
- 5 વર્ષની કન્યા સાક્ષાત રોહિણીનું સ્વરૂપ છે. માઁ રોહિણીની પૂજા કરવાથી તમને તમામ રોગમાથી મુક્તિ મળે છે.
- 4 વર્ષની કન્યા સાક્ષાત કલ્યાણીનું સ્વરૂપ છે. માઁ કલ્યાણીની પૂજા કરવાથી તમારા પરિવારનું કલ્યાણ થાય છે.
- 3 વર્ષની કન્યા સાક્ષાત ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. માઁ ત્રિમૂર્તિની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આવકમા વધારો થાય છે.
- 2 વર્ષની કન્યાનું પૂજા કરવાથી તમારા બધા દુખ અને દરિદ્રતા દૂર થાય છે. Kanya Pujan In Navaratri.
આ રીતે કરો કન્યા પૂજન
- તમારા ઘરે કન્યાઓને બોલાવ્યા પછી સોથી પહેલા દેવી માતાની પૂજા કરો અને તમામ કન્યાઓ તથા બાળકોના પગ ધોઈને આસન પર બેસાડો.
- ત્યારબાદ તમામ કન્યાઓને તિલક કરી તેમના કાંડા પર રક્ષાસૂત્ર બાંધો.
- તમામ કન્યાઓ અને બાળકોને ભોજન કરાવ્યા બાદ સૌથી પહેલા માતાજીને ભોગ ધરાવો, હવે કન્યાઓ અને બાળકોને થાળી પીરસીને સમ્માનપૂર્વક ભોજન કરાવો.
- ત્યારપછી તમામ કન્યાઓના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા અને તમામ કન્યાઓને ઈચ્છા અનુસાર કોઈ વસ્તુ આપવી અને ઘરના પ્રવેશ દ્વાર સુધી મુકવા પણ જવું.