Old Pension Scheme: ગુજરાત સરકારના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલનો પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌપ્રથમવાર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નિવેદન સામે આવ્યું છે.
શું ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ થશે? – Old Pension Scheme
જૂની પેન્શન યોજના અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ફરી એક વખત નિવેદન આપ્યું છે. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ચિંતા ન કરતા. જૂની પેન્શન યોજના મુદ્દે ભાજપ સરકાર સારો નિર્ણય કરશે. જૂની પેન્શન યોજના માત્ર શિક્ષણ નહીં 26 વિભાગોનો પ્રશ્ન છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની સરકારી કર્મચારીઓ માગ સાથે વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવી રહ્યા છે. તે વચ્ચે શિક્ષણમંત્રીના નિવેદનથી શિક્ષકો અને સરકારી કર્મચારીઓમાં એક આશા જાગી છે.
ગુજરાતના શિક્ષણમંત્રીનું મોટું નિવેદન
રાજ્ય સહિત દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને લઈ આંદોલન વચ્ચે હવે ગુજરાતના શિક્ષણમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વર્ષ 2005 પહેલા નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરોક્ષ સકારાત્મક સંકેત આપ્યા હતા. નોંધનીય છે કે કુબેર ડિંડોરે નિવેદનમાં જૂની પેન્શન યોજનાના શબ્દનો ઉપયોગ કર્યો નહોતો. રામ મંદિર બનાવ્યું તેમ જૂની પેન્શન યોજના પણ ભાજપમાં જ લાવશે. તેવું પણ કુબેર ડિંડોરે જણાવ્યું છે..
આ પણ વાંચો: આ ભૂલોને કારણે બાઈકનો ક્લચ બગડે છે, જાણો શું ન કરવું જોઈએ
જૂની પેન્શન યોજના- Old Pension Scheme
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે. મહત્વનું છે કે, શિક્ષણમંત્રીના આ નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે શિક્ષણ જગત સહિત સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે.