WhatsApp New featureને લઇને આવી મોટી અપડેટ્સ જાણો મિત્રો, મેટા WhatsApp ની પ્રાઈવસી માટે એક મોટા ફીચર પર કામ કરી રહ્યું છે ત્યારે વોટ્સએપનું આ ફીચર આવ્યા બાદ તમારા ફોન નંબરની પ્રાઈવસી પણ વધી જશે. હવે આ આવેલ નવી અપડેટ પછી યુઝર્સને વેબ વર્ઝન પર ચેટિંગ માટે તેમનો ફોન નંબર શેર કરવો પડશે નહીં તેના બદલે તમે તમારી આઇડી હશે એને શેર કરી ચેટીંગ કરી શકશો અને મેસેજ કર્યા પછી પણ સામે વાળો કોઇ પણ તમારો ફોન નંબર ચેક કરી નહીં શકે કે જોઇ પણ નહીં શકે તો ચાલો જાણૉ મિત્રો આ વોટ્સેપની નવી અપ્ડેટ્સ વિશે વિગતે આ લેખ દ્વારા.
વોટ્સએપમાં પણ હવે આવી રહ્યું છે નવું ફીચર – WhatsApp New feature
આ આવી રહેલા વોટ્સએપના આ નવા ફીચરને યુઝરનેમ કહેવામાં આવી રહ્યું છે. આ ફીચર પહેલા એન્ડ્રોઇડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું અને હવે તેને વેબ વર્ઝન માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આના વિશે તમે પણ જાણીલો કેવી રીતે કરશે કામ વગેરે વિગેતે માહીતી અહીંથી.
WABetaInfo એ તેના એક રિપોર્ટમાં આ ફીચર વિશે જાણકારી આપી છે. અત્યારે વોટ્સએપના કોઈપણ વર્ઝન પર ચેટિંગ માટે ફોન નંબર શેર કરવો જરૂરી છે, પરંતુ નવા અપડેટ પછી તેની કોઈ જરૂર રહેશે નહીં. યુઝર નેમની મદદથી જ લોકો એકબીજા સાથે ચેટ કરી શકશે.
આ પણ વાંચો: PM સોલાર રૂફટોપ યોજના – હવે તમારે ક્યારે નહીં ભરવું પડે વિજળી બિલ જાણો કેમ ?
વોટ્સએપે કહ્યું છે કે તેનાથી એપ યુઝર્સના ફોન નંબરની પ્રાઈવસી જળવાઈ રહેશે. નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે જેમાં યુઝરનેમ દેખાઈ રહ્યું છે. ટેલિગ્રામ મેસેજિંગ એપમાં યુઝરનેમ સર્ચનું ફીચર પહેલેથી જ છે તો મિત્રો આવનાર આ વોટ્સેપ ના ફિચર અને ડિજિટલ જમાનામાં આવનાર ટેકનોલોજી અપ્ડેટ્સ માટે અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતાં રહો જેથી તમને આવનાર અપડેટ્સ મળતી રહે. આભાર.