Weather Update: સાવધાન! આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, આંધી-તોફાન સાથે વરસાદ લઇને કરાઇ આગાહી તો રહો સાવચેત જાણૉ

Weather Update: આપણા દેશમાં વધુ એક ચક્રવાતી તોફાન ત્રાટકશે (Weather Update)તેવી ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે એક ચેતવણી જારી કરીને જણાવ્યુ છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સારી રીતે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. તેના લીધે તેનુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની આશા છે, જે ધીમે ધીમે 30 નવેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક દબાણમાં ફેરવાશે. તેના બે ડિસેમ્બરની આજુવાજુ દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન ‘મિચાંગ’માં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ મિચાંગ તોફાનને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામા આવ્યુ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું આંધી-તોફાન સાથે વરસાદ લઇને કરાઇ આગાહી

Weather Update

Weather Update આંધી-તોફાન સાથે વરસાદ લઇને કરાઇ આગાહી

  • ભારતીય હવામાન વિભાગે (Weather Update) જણાવ્યું કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમા, આવનાર ત્રણ દિવસ સુધી વરસાદ સાથે આંધી તોફાનની ચેતવણી જાહેર કરાઈ છે. તે સિવાય પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર અને તેની નજીકના મેદાની વિસ્તારમાં આવનાર બે દિવસ સુધી નવી વેસ્ટર્ન ડિસ્ટબન્સ પણ અસર કરી શકે છે. IMD રિપોર્ટ્સ મુજબ જમ્મુ-કાશ્મીર, ગિલગિત-બાલ્ટિસ્તાન, લદ્દાખ, અને હિમાચલ પ્રદેશમાં 29,30 નવેમ્બરે ભારે વરસાદ પડવાની શક્યાતાઓ છે તેમજ બરફવર્ષા થવાનુ પણ એલર્ટ જારી કરવામા આવ્યુ છે.

આ પણ વાંચો: ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન

  • ભારતના ઉત્તર પશ્ચિમ મેદાની વિસ્તારમાં આવનાર ત્રણ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશ, વિદર્ભમાં આગામી ત્રણ દિવસ વચ્ચે મધ્યમ વરસાદ, આંધી તોફાનની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં 29 અને 30 નવેમ્બરે સુધી વરસાદ થવાની સંભાવના છે. તે સિવાય મધ્ય દક્ષિણ ભારતમાં આવનાર પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદનું એલર્ટ જારી કરાયુ છે. તેમજ, પુડુચેરી, તમિલનાડુ, કેરલ, કરાઈકલ, અને માહેમાં આવનાર પાંચ દિવસ સુધી વરસાદનુ એલર્ટ જારી કરવામા આવ્યુ છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 29 નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી વરસાદ પડી શકે છે. તો કેરલ અને માહેમાં 30 નવેમ્બર અને એક ડિસેમ્બર અને આંધ્ર પ્રદેશ અને યમનમાં બે અને ત્રણ ડિસેમ્બરે વરસાદની શક્યતા છે.

ચક્રવાતી તોફાનની દેખાશે આ અસર

  • ભારતમા આવનારા તોફાનને કારણે અંદમાન-નિકોબાર દ્વીપમાં 29 અને 30 નવેમ્બરે વરસાદ પડી શકે છે. સમુદ્રી એરિયા જેવા કે પુડુચેરી અને તમિલનાડુમાં એકથી 3 ડિસેમ્બર વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તે સિવાય આંધ્ર પ્રદેશના રાજ્યના સમુદ્રી વિસ્તારમાં 4 ડિસેમ્બર સુધી વચ્ચે ભારે વરસાદનું એલર્ટ જારી કરાયુ છે. આ દરમિયાન અંડમાન સમુદ્ર તથા અંડમાન તથા નિકોબાર દ્વીરમાં 25-45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ 5 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અગત્યની લિંક

India Meteorological Department official Websiteઅહિ ક્લિક કરો
વધારે માહિતી જાણવાઅહિ ક્લિક કરો
વધુ એક ચક્રવાતી તોફાન ત્રાટકશે (Weather Update)તેવી ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે એક ચેતવણી જારી કરીને જણાવ્યુ છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સારી રીતે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. માટે વાવાઝોડું, આંધી-તોફાન સાથે વરસાદ લઇને કરાઇ આગાહી તો રહો સાવચેત અને આમરી સાથે જોડાઇ રહો અને આવનાર તમામ ન્યુઝની અપડેટ્સ મેળવતા રહો. આભાર…