Trend News : ગુજરાતીઓ ફરવાના ખુબ શૌકીન છે અને નાની અમથી રજા મળે એટલે દીવ કે ગોઆ ફરવા ઉપડી જતા ગુજ્જુઓ હવે દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસ કરી રહયા છે. જોકે આ વખતે મીની ગોઆ તરીકે જાણીતા દમણમાં હાલે પ્રવાસીઓ મોટી સંખ્યા માં ઉમટી પડયા છે.
Trend News: મીની ગોવા તરીકે જાણીતું આ સ્થળ બન્યું ગુજરાતીઓની પહેલી પસંદ
દમણ: હાલ દિવાળી વેકેશન શરૂ થતા જ ગુજરાતીઓ આબુ શિમલા દીવ દમણ અને ગોવા જેવા ફરવા લાયક સ્થળોએ ફરવા ઉપડી ગયા છે. ગુજરાતીઓ ફરવાના ખુબ શૌકીન છે અને નાની અમથી રજા મળે એટલે દીવ કે ગોઆ ફરવા ઉપડી જતા ગુજ્જુઓ હવે દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસ કરી રહયા છે. જોકે આ વખતે મીની ગોઆ તરીકે જાણીતા દમણમાં હાલે પ્રવાસીઓ મોટી સંખ્યા માં ઉમટી પડયા છે. જેના કારણે દમણ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે.
એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણ ના દરિયા કિનારાનો છે. રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે અને દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે. અને દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે. આથી દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને મુંબઈ ના પ્રવાસીઓ ના મતે દમણમાં ગોવા કરતા ઓછા ખર્ચે મઝા માણી શકાય છે .
દિવાળીમાં ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ બની રહ્યું છે દમણ, ભીડ ઉમટી
ગુજરાતીઓ હાલે હિલ સ્ટેશન ની જગ્યા એ નજીક ના પર્યટક સ્થળ પર જવાનું પસંદ કરી રહ્યા છે જેમાં દમણ માં સારૂ વાતાવરણ અને બીચ ના નઝારા ની સાથે સાથે દરિયા માં નાહ વાની મજા લે છે .દમણ ના દરિયા કિનારે બીચ પર અલગ અલગ રાઇડ્સ ની સુવિધાઓ પણ મળી રહે છે .આ રાઇડ્સ ગોવાની સરખામણી એ સસ્તી હોવાના લીધે લોકો મોટી સંખ્યામાં વોટર સ્પોર્સ્ટની મઝા માણી રહયા છે. દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડ ની સાથે સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે.
ગોવા આ જોવા મળતી પેરાસેલિંગ, સ્પીડ બોટ રાઇડ્સ ,જેટ સ્કી રાઇડ્સ ,બમ્પી રાઇડ્સ બનાના રાઇડ્સ હવે દમણના દરિયા કિનારે જોવા મળી રહી છે. નાના બાળકોથી લઇને તમામ ઉમરના લોકો દમણના દરિયા કિનારે મોજ કરતા જોવા મળી રાહ્ય છે. હાલે દમણમાં દિવાળી વેકેશન માં હાલે અમદાવાદ, વડોદરા, સુરત સહીત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા છે. તો મહારાષ્ટ્રના પ્રવાસીઓ દમણમાં દિવાળી વેકેશનની મઝા માણતા જોવા મળ્યા છે.
Trend News: મીની ગોવા તરીકે જાણીતું આ સ્થળ બન્યું ગુજરાતીઓની પહેલી પસંદ
Trend News: કોરોના કાળમાં સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. જોકે હવે કોરોના બાદ ફિનિક્સ પક્ષી ની જેમ દમણ નો પ્રવાસન ઉદ્યોગ બેઠો થયો છે. ફરી એક વખત દ આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે.. અને ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. અને પર્યટકો ફરી દિવાળી વેકેશન નિમિત્તે આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે..
Trend News: પ્રદેશના જામપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે.. અને વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે. પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે. જેથી નાના વેન્ડર થી લઈને દમણ વાસીઓ ને આર્થિક ફાયદો થઇ રહ્યો છે. દમણના પર્યટન ઉદ્યોગ અને હોટલ ઉદ્યોગની રોનક પરત ફરી રહી છે.. આથી હોટલ ઉદ્યોગમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ છે ..દમણ ની તમામ હોટલ માં બુકીંગ લગભગ ફૂલ થઇ ગયું છે અને દમણ ની હોટલ પ્રવાસીઓ ને આવકારવા સજ્જ છે
Trend News: મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણ દરિયા કિનારે આવેલું છે અને દરિયાની સુંદરતાને કારણે દેશભરમાં જાણીતું છે. આથી ગુજરાત અને નજીકના રાજ્યના પર્યટકો દરિયાની મોજ માણવા માટે ગોવાની જગ્યાએ દમણને વધારે પસંદ કરે છે અને આથી દમણના દરિયા કિનારા મીની ગોવા જેવો આભાસ કરાવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી જે રીતે પ્રદેશના દરિયા કિનારોનો ચોમેરથી વિકાસ થયો છે. તેને કારણે હવે દમણના દરિયા કિનારા વિદેશના દરિયાકિનારાને ટક્કર આપે તેવા સુંદર લાગી રહ્યા છે. આથી પર્યટકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ફરી એક વખત પ્રદેશ દમણ ના પર્યટન ઉદ્યોગની રોનક પરત ફરી છે. આથી ઉદ્યોગકારોની સાથે સ્થાનિક લોકોમાં પણ આશાનો નવો સંચાર થયો છે.Trend News ની બધી જ માહીતી અહીંં મેળવો
- દિવાળી વેકેશનમાં દમણ હોટ ફેવરિટ
- દેશભરના પર્યટકો દમણની મુલાકાત લઈ રહ્યાં છે
- બમ્પી રાઇડ્સ અને બનાના રાઇડ્સ હવે દમણના દરિયા કિનારે
નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો
Trend News: એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે અને દેશભરના પર્યટકો દમણની મુલાકાત લઈ રહ્યાં છે. દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે. દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત અને મુંબઈના પ્રવાસીઓના મતે દમણમાં ગોવા કરતા ઓછા ખર્ચે મઝા માણી શકાય છે.
ફરી હોટ ફેવરીટ- Trend News
કોરોના કાળમાં સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. જોકે હવે કોરોના બાદ ફિનિક્સ પક્ષીની જેમ દમણનો પ્રવાસન ઉદ્યોગ બેઠો થયો છે. ફરી એક વખત દમણ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે. પર્યટકો ફરી દિવાળી વેકેશન નિમિત્તે આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જામપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી પહોંચ્યા છે. દમણના પર્યટન ઉદ્યોગ અને હોટલ ઉદ્યોગની રોનક પરત ફરી રહી છે.
ઓફિશિયલ વેબસાઇટ : અહીં ક્લિક કરો