Today Gold-Silver Price: આજે સોનું થયું મોંઘુ, ચાંદીના ભાવમાં વધારો, જાણો 14થી લઈને 24 કેરેટ ગોલ્ડનો ભાવ

Today Gold-Silver Price: દિવાળીના તહેવારો પર સોના અને ચાંદીના ભાવમા ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું તેના ઓલ ટાઈમ હાઈથી 1668 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. ચાલો આ લેખમા જાણીયે Today Gold-Silver Price.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Today Gold-Silver Price

  • આજે સોનું ફરી 60 હજારને પાર પહોંચી ગયું છે. ચાંદીના ભાવમાં પણ 551 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ ચાંદીનો ભાવ 70000 ની નીચે છે. 14 નવેમ્બર સોમવારન રોજ 24 કેરેટ સોનુંના ભાવમા 179 રૂપિયા વધારો થયો છે. સોનુ હવે 60071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું જ્યારે ચાંદીના ભાવમાં 551 રૂપિયાની તેજી જોવા મળી હતી.ચાંદી 69400 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી. સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ 61739 રૂપિયાથી ઘટીને 1668 રૂપિયા સસ્તું થયુ છે. જ્યારે ચાંદી 5 મેના ભાવની તુલનામાં આશરે 7500 રૂપિયા સસ્તી છે.

આ પણ વાંચો: દર મહિને ₹ 60,000 કમાઓ, જાણો આ 4 સરળ રીતો.

  • ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા Today Gold-Silver Price જાહેર કરવામાં આવ્યા છે. સોના-ચાંદીના આ ભાવ ઉપર જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ સામેલ કરેલ નથી. તેથી તમારા શહેરમાં સોના-ચાંદીના ભાવમાં થોડુ ઘણુ અંતર હોઈ શકે.

23 કેરેટ ગોલ્ડની જીએસટી સહિત કિંમત

  • આઈબીજેએ ના રીપોર્ટ મુજબ 23 કેરેટ ગોલ્ડ રુપિયા 59791 પર ખુલ્યું હતું. આ ભાવ પર ત્રણ ટકા જીએસટી લગાડવામા આવશે. આ ભાવમા હજુપણ 1793 રૂપિયાનો વધારો થશે. 23 કેરેટ ગોલ્ડની કિંમત જીએસટી સહિત 61584 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ચુકી છે. તેના પર જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો સામેલ કરવામા આવી નથી.

18 અને 22 કેરેટ સોનાનો ભાવ

  • આજે 22 કેરેટ સોનાનો ભાવ 55025 રૂપિયા થયો છે. જેમા ત્રણ ટકા જીએસટી એટલે કે 10 ગ્રામ સોના પર 1650 રૂપિયા વધારાના ઉમેરવામા આવશે. જીએસટી સાથે સોનાનો ભાવ 56675 રૂપિયા છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 45053 રૂપિયા થયો છે. તેના પર જીએસટી ચાર્જ લગાવ્યા પછી સોનુ તમને 46404 રૂપિયામાં પડશે.
Gold Priceઅહી ક્લિક કરો
Silver Priceઅહી ક્લિક કરો

35142 રૂપિયામાં 10 ગ્રામ સોનું

  • 14 કેરેટ ગોલ્ડનો ભાવ 35142 રૂપિયા થયો છે. તેના પર 1054 રૂપિયા જીએસટી લગાડવામા આવે તો 14 કેરેટ ગોલ્ડ તમનએ 36196 રૂપિયામાં પડશે. તો ચાંદી પર 2098 રૂપિયા જીએસટી લાગશે. એક કિલો ચાંદી માટે 72049 રૂપિયા ચુકવવા પડશે.