RBI Bank News: હવે મિત્રો બેંક ખાતા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું પણ કોઈ બેંકમાં ખાતું છે અને તે ઇનઓપરેટિવ છે તો મિત્રો હવે રિઝર્વ બેંકે એક મોટી રાહત આપી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, હવેથી બેંકો ખાતાઓ પર મિનિમમ બેલેન્સ ન રાખવા માટે કોઈ દંડ લાદી શકશે નહીં અને રિઝર્વ બેંકે કહ્યું છે કે, જો તમે સતત 2 વર્ષથી તમારા ખાતામાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી. આ સાથે, જો તે ખાતું હવે ઇનઓપરેટિવ છે તો બેંક તમને મિનિમમ બેલેન્સ ન રાખવા માટે તેના પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાદી શકે નહીં તો આ વિશે જાણો વધુ વિગતે માહીતી નીચેના લેખમાં.
બેંક ખાતા ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર, RBIનો આ નિર્ણય 1 એપ્રિલથી થશે લાગુ તો આજે જ જાણી લો આ નિયમ વિશે થઇ શકે છે તમને ફાયદો- RBI Bank News
સ્કોલરશીપ ખાતા પર પણ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં
આ સાથે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકોને આ સૂચના આપી છે કે, બેંકો શિષ્યવૃત્તિની રકમ અથવા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે બનાવેલા ખાતાઓ પર કોઈપણ પ્રકારનો મિનિમમ બેલેન્સ ચાર્જ લાદી શકે નહીં. ભલે આ એકાઉન્ટ્સનો ઉપયોગ 2 વર્ષથી વધુ સમયથી ન થયો હોય.-RBI Bank News
સાથે વ્યાજ મળતુ રહેશે
એક અહેવાલ મુજબ, બેંકોએ હંમેશા સેવિંગ્સ એકાઉન્ટ ઇનઓપરેટિવ હોવા છતાં તેના પર વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવું પડશે. જો સરકારી યોજના ખાતાઓમાં ઝીરો બેલેન્સ હોય તો પણ તેને ઇનએક્ટીવ ગણવામાં આવશે નહીં. ઉપરાંત, મિનિમમ બેલેન્સ પેનલ્ટી લાદવામાં આવશે નહીં.
દાવો ન કરેલી રકમ ઘટાડવામાં મદદ કરશે
રિઝર્વ બેંકના આ પગલાથી બેંકોમાં દાવા વગરના ખાતા અને દાવા વગરની રકમ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. RBI તેના પરિપત્રમાં કહ્યું છે કે, આ સૂચનાઓ બેંકિંગ સિસ્ટમમાં દાવા વગરની થાપણોની રકમ ઘટાડવામાં મદદ કરશે. આ સાથે, તે તેમના હકના માલિકો/દાવેદારોને દાવો ન કરેલી થાપણો પરત કરવામાં પણ મદદ કરશે. આ માટે બેંકો અને રિઝર્વ બેંક દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: આ ખાતું તમારી પત્નીના નામે ખોલો તમને દર મહિને 9250 રૂપિયા મળશે, અહીથી યોજના વિશે જાણો
SMS અને મેઇલ દ્વારા સંપર્ક કરો
નવા નિયમો હેઠળ, બેંકોએ ગ્રાહકોને તેમના ખાતાને ઇનઓપરેટિવ કરવા વિશે SMS, લેટર અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવાની રહેશે. આ સિવાય જો તે ખાતાનો માલિક જવાબ ન આપે તો, જે વ્યક્તિએ એકાઉન્ટ હોલ્ડર અથવા તે ખાતાના નોમિનીનો પરિચય આપ્યો છે તેનો સંપર્ક કરો.
દાવા વગરની રકમમાં 28 ટકાનો વધારો
RBI Bank News: RBIના તાજેતરના અહેવાલ મુજબ, માર્ચ 2023ના અંત સુધીમાં દાવા વગરની થાપણો 28 ટકા વધીને રૂ. 42,272 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ રૂ. 32,934 કરોડ હતી. અગાઉ પણ, આરબીઆઈએ બેંકોને આદેશ આપ્યો હતો ,કે તે સુનિશ્ચિત કરે કે ખાતામાં બેલેન્સ ન્યૂનતમ બેલેન્સ ન રાખવા બદલ પેનલ્ટી ચાર્જ લાદવાને કારણે નકારાત્મક ન બને. આ પછી પણ, બેંકોએ દંડ વસૂલવાનું ચાલુ રાખ્યું છે અને તેના ઘણા ઉદાહરણો સામે આવ્યા છે.