T20 Series IND VS AUS 2023: બીજી મેચમાં ટિમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 236 રનનો આપ્યો ટાર્ગેટ, ઇન્ડિયાના આ ત્રણ ખેલાડીઓએ ફટકારી ફિફ્ટી જુઓ…

T20 Series IND VS AUS 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટી-20 સિરીઝની બીજી મેચ રવિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે ભારતીય ટીમે બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમને મેચ જીતવા 236 રનનો રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

T20 Series IND VS AUS 2023

T20 Series IND VS AUS 2023: ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ આક્રમક શરૂઆત કરી હતી. જયસ્વાલ અને ગાયકવાડ પ્રથમ વિકેટ માત્ર 5.5 ઓવરમાં 77 રનની ભાગીદારી કરી હતી. જયસ્વાલ 25 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો.

બંન્ને ટીમની પ્લેઇંગ- ઈલેવન :

ભારતની ટીમ : યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન),તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસીદ ક્રિષ્ના.

T20 Series IND VS AUS 2023

ઓસ્ટ્રેલિયાની ટીમ : સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર) ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝામ્પા અને તનવીર સંઘા.

IND Vs AUS : લાઈવ મેંચ

હોમે પેજ: અહિ ક્લિક કરો