Republic Day Speech: પ્રજાસત્તાક દિવસના દમદાર સ્પિચની તૈયારી આ રીતે કરો, ફક્ત 2 મિનિટમાં સ્પિચ સિખો

Republic Day Speech in Gujarati 2024: ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવાય છે. શાળા-કોલેજમાં ગણતંત્ર દિવસ વિશે ભાષણ અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવે છે. જો તમે સ્પર્ધામાં ભાગ લીધો છો તો અહીંયા આપેલી ટીપ્સની મદદથી તમે ગણતંત્ર દિવસનું દમદાર અને સરળ ભાષણ તૈયાર કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રજાસત્તાક દિવસના દમદાર સ્પિચની આ રીતે કરો તૈયારી,સ્પિચ સિખો ફક્ત 2 મિનિટમાં- Republic Day Speech in Gujarati 2024

Table of Contents

પ્રજાસત્તાક દિને દેશભક્તિના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા-કોલેજમાં પ્રજાસત્તાન દિવસ વિશે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌથી દમદાર ભાષણ આપનાર વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવે છે. જો તમે પણ પ્રજાસત્તાક દિનની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે, તો ભાષણની સરળ અને દમદાર તૈયારી કરવામાં સરળતા રહે તેની માટે અહીંયા અમુક સરળ ટીપ્સ આપવામાં આવી છે. જેનાથી તમને પ્રજાસત્તાક દિવસનું દમદાર અને આકર્ષક ભાષણ આપીને તમને અચૂક ઈનામ જીતી શકો છો.

પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે?

Republic Day એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારતે સંવિધાન અપનાવ્યું હતું. આથી આ તારીખે પ્રજાસત્તાક દિન ઉજવાય છે. ભારતનું સંવિધાન એ દુનિયાનું સૌથી મોટું લોકશાહી સંવિધાન છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતના સંવિધાનના ઘડવૈયા માનવામાં આવે છે. ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર પરેડ યોજવામાં આવે છે.

સ્પિચ આપવાની શરુઆત કેવી રીતે કરવી

સ્કૂલ કોલેજમાં Republic Day પર ભાષણ આપતાં પહેલા જય હિંદ અને નમસ્તે કહી સૌનું અભિવાદન કરો અને પોતાનો પરિચય આપો. પોતાનું નામ અને પોતાના અંગે કોઇ પ્રાસંગિક જાણકારી હોય તો ટૂંકમાં આપો અને એનો સબંધં દેશભક્તિ સાથે જોડાયેલો હોય તો એનો અર્થ સમજાવી ભાષણ માટે પૂર્વભૂમિકા બાંધો.

સ્પિચ દરમિયાન આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના

ગણતંત્ર દિવસ પરની ખાસ સ્પીચમાં સૌથી પહેલા દેશના સ્વાંત્ર્ય સેનાઓ, કાર્યક્રમના મુખ્ય અતિથિઓ, આચાર્ય અને શિક્ષકોને શબ્દોથી પ્રણામ કરો. ગણતંત્ર દિવસ કેમ ઉજવવામાં આવે છે, એનો હેતું શું છે એ મુદ્દાઓથી ભાષણની શરુઆત કરો. 26 જાન્યુઆરીએ દેશ પોતાનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે એ સાથે સ્પીચ શરુ કરો.

આ પણ વાંચો: ફક્ત 5 મિનિટ માં ઈન્સ્ટાગ્રામ માં ખુરશી પર બેસેલ છોકરા જેવા 3D ફોટા બનાવો, 3D ફોટા કેવી રીતે બનાવા જાણો

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ કેમ ઉજવાય છે

ભારતના ઇતિહાસમાં 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ છે. આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં આ દિવસથી ભારતીય બંધારણ લાગુ થયું હતું. જેની યાદમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.