Redevelopment process: રિ-ડેવલપમેન્‍ટ પ્રક્રિયાને વેગ આપવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત

Gujarat Government Accelerate the redevelopment process : મિત્રો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત તારીખ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનતાના હીતમા મોટો નિર્ણય કર્યો છે. ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીયે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રિ-ડેવલપમેન્‍ટ પ્રક્રિયાને વેગ આપવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય,

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો જનહિતકારી નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરવામા આવી છે.

Gujarat Government Accelerate the redevelopment process આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી રહેલા હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરવામા આવી છે.

  • “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી મળી શકશે.
  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેનો જનતાના હિતમા મોટો નિર્ણય
  • ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ
  • મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની જાહેરાત.

લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે

  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી (Redevelopment process) ગુજરાત રાજ્ય હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહિ,પણ જો સમય-મર્યાદામાં હપ્તા ન ભરનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો કલ્યાણકારી નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેકર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનુ જાહેર રજા લીસ્ટ જાણો, તેમજ આટલા દિવસો દરમિયાન બેંક બંધ રહેશે

નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે

  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના (Gujarat Government)આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.
સત્તાવાર વેબસાઈટઅહિ ક્લિક કરો
વધારે માહિતી માટેઅહિ ક્લિક કરો