હવે કેન્દ્ર સરકાર વગર ગેરન્ટીએ આપી રહી છે રૂપિયાની 3 લાખ લોન, લોન માટે બસ કરવું પડશે આ કામ તો મિત્રો અત્યારેજ જાણો

PM Vishwakarma Yojana: પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, ભારતીય નાગરિકોને બે તબક્કામાં લોન આપવામાં આવે છે, તો મિત્રો હવે કેન્દ્ર સરકાર વગર ગેરન્ટીએ આપી રહી છે રૂપિયાની 3 લાખ લોન, બસ કરવું પડશે આ કામ તો મિત્રો અત્યારેજ જાણો આ યોજનાનો મુખ્ય હેતુ શુંં છે ?, કોને કોને આપવામાંં આવે છે આ લોન, એના માટે તમે ક્યાં કરશો અરજી વગેરે વિશે આપડે જાણીશું આ લેખમાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેન્દ્ર સરકાર વગર ગેરન્ટીએ આપી રહી છે રૂપિયાની 3 લાખ લોન, બસ કરવું પડશે આ કામ – PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojan યોજનાનો હેતુ લોકોને આર્થિક રીતે મદદ આપવાનો છે, તો મિત્રો જાણો અને કોઇપણ ગેરંંટી વિના રૂ. ૩ લાખ સુધીની લોન મેળવી શકશો.

PM Vishwakarma Yojana: જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અને નાણાકીય સમસ્યાઓ છે, તો આ સરકારી યોજના હેઠળ કોઈપણ ગેરંટી વિના 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે. આ સ્કીમ હેઠળ, કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને ગેરંટી મેળવવા માટે, તમારે સ્કીમમાં સમાવિષ્ટ 18 વ્યવસાયમાંથી કોઈપણ એક સાથે સંકળાયેલું હોવું આવશ્યક છે.

મિત્રો બે તબક્કામાં જારી કરવામાં આવે છે આ PM Vishwakarma Yojana લોનની રકમ તો અત્યારેજ જાણો

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે, જે બે તબક્કામાં જારી કરવામાં આવે છે. આ યોજના હેઠળ, વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે, જ્યારે તેની શરૂઆત પછી, બિઝનેસ વધારવા માટે બીજા તબક્કામાં લાભાર્થીને 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ લોન 5 ટકાના અત્યંત રાહત દરે કોઈ પણ ગેરેંટી વગર આપવામાં આવે છે.

PM Vishwakarma Yojana લોન ઉપરાંત ટ્રેનિંગથી સાથે સ્ટાઈપેન્ડની પણ જોગવાઈ રહેલ છે.

PM Vishwakarma Yojana ની શરૂઆત સપ્ટેમ્બર 2023માં કરવામાં આવી હતી. આ PM Vishwakarma Yojanaનો મુખ્ય ઉદ્દેશ કુશળ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો અને તેમને વ્યવસાય કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જે લોન ઉપરાંત અન્ય ઘણા લાભ પણ આપે છે. જેમાં વિવિધ વેપાર સાથે સંકળાયેલા લોકોને તે ક્ષેત્રમાં વ્યવસાય સ્થાપિત કરવા માટે કૌશલ્ય તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તાલીમ દરમિયાન સ્ટાઈપેન્ડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ટ્રેનિંગ માસ્ટર ટ્રેનર્સ દ્વારા લગભગ એક સપ્તાહની હોય છે. આ ઉપરાંત પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સંબંધિત કૌશલ્ય અપગ્રેડેશન, રૂ. 15,000નું ટૂલકીટ ઈન્સેન્ટિવ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન મળશે.

આ 18 વ્યવસાયમાં સંકળાયેલા લોકોને મળશે PM Vishwakarma Yojana હેઠળ લોન લાભ

 • સુથાર
 • હોડી બનાવનાર
 • લુહાર
 • તાળા બનાવનાર
 • સુવર્ણકાર
 • માટીકામ કરનાર
 • શિલ્પકાર
 • મિસ્ત્રી
 • માછલીની જાળી બનાવનાર
 • ટૂલ કીટ બનાવનાર
 • પથ્થર તોડનારા
 • મોચી/જૂતાના કારીગરો
 • બાસ્કેટ/ ચટ્ટાઈ/સાવરણી બનાવનારા
 • ઢીંગલી અને અન્ય રમકડા બનાવનારા (પરંપરાગત)
 • વાળંદ
 • માળા બનાવનારા
 • ધોબી
 • દરજી

PM Vishwakarma Yojana હેઠળ લોન મેળવવા માટે યોગ્યતા વિશે જાણો ?

 • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
 • વિશ્વકર્મા દ્વારા નક્કી કરાયેલા 18 ટ્રેડમાંથી કોઈ એક સાથે સંકળાયેલ હોવો જોઈએ
 • અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 50 વર્ષથી ઓછી હોવી જોઈએ
 • માન્ય સંસ્થામાંથી સંબંધિત વ્યવસાયનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
 • અરજદાર યોજનામાં સમાવિષ્ટ 140 જાતિઓમાંથી કોઈપણ એક હોવો જોઈએ

આ યોજના માટે, બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા વિશ્વકર્માનું મફત રજીસ્ટેશન કરવામાં આવશે. જે પણ આ યોજનાનો લાભાર્થી હશે. તેમને સરકાર તરફથી પ્રમાણપત્ર અને આઈડી પણ મળશે.

PM Vishwakarma Yojana માટે જરૂરી દસ્તાવેજ વિશે જાણૉ

 • આધાર કાર્ડ
 • આવક પ્રમાણપત્ર
 • પાન કાર્ડ
 • ઓળખપત્ર
 • જાતિ પ્રમાણપત્ર
 • બેંક પાસબુક
 • મોબાઇલ નંબર
 • સરનામાનો પુરાવો
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો

PM Vishwakarma Yojana માટે કેવી રીતે કરશો ઓનલાઇન અરજી ?

ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ pmvishwakarma.gov.in પર જાઓ

 • આ હોમપેજ પર પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે Apply Online પર ક્લિક કરો
 • તેમા તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
 • રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ અંગેની માહિતી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા પ્રાપ્ત થશે
 • ફોર્મ સંપૂર્ણ ભર્યા પછી, બધા દસ્તાવેજને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
 • તમામ માહિતી ચેક કરીને સબમિટ કરવાની રહેશે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે અમારી Digital Gujarat Portal વેબસાઇટની મુલાકાત લેતાં રહો જેથી આવનાર યોજનાની તાજી અપડેટ્સ તમને મળતી રહે. આભાર…