Petrol-Diesel Price Today: હવે નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો. ત્યારે હવે આજે ખુશખબર આવ્યા છે. ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર એ છે કે, આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયુ છે. દેશમાં સવારે 6 વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ નવા ભાવ શું છે તે જાણી લો. દેશવાસીઓ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યાં છે. લાંબા સમયથી સંકેત મળી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમા આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ લગભગ ફ્લેટ રહ્યું હતું અને ભાવમાં ઘટાડો આવ્યો છે.
ગુજરાતમાં સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ- Petrol-Diesel Price Today
ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઘટ્યા ભાવ
ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે મધ્યપ્રદેશમાં પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તુ થયું છે. આ સિવાય કોઈ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ 52 પૈસા મોંઘુ થયું છે. પંજાબમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયું છે.
મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ 102.73 રૂપિયા અને ડીઝલ 94.33 રૂપિયા પ્રતિ લીટર
- અમદાવાદમાં પેટ્રોલ 96.64 રૂપિયા અને ડીઝલ 92.39 રૂપિયા પ્રતિ લીટર
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનો વધતા ભાવમાં કાર લેવાનું વિચારી રહ્યાં છો તો જાણીલો કઇ ગાડી ખરીદવી પેટ્રોલ, ડીઝલ કે પછી ઇલેક્ટ્રીક ?
તમારા શહેરના ભાવ આ રીતે ચેક કરો
પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOCL તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલ પર RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના અલગ અલગ કોડ છે. જે તમને IOCL ની વેબસાઈટ પર મળી જશે.
રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો
રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન, અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.