Pan card Details: મિત્રો આજના આધુનીક સમયમાં પાન કાર્ડ ખુબ જ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે, પાન કાર્ડ વગર કોઈપણ કામ શક્ય નથી. બેન્ક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટમાં પણ પાન કાર્ડ વગર કામ પણ કામ થઈ શકતું નથી. તમારા આધાર કાર્ડ સાથે તમારુ પાન કાર્ડ લિંક હોવું જરૂરી છે. પાનકાર્ડમાં મહત્ત્વપૂર્ણ જાણકારી હોય છે, અને તેમાં જણાવવામાં આવેલ 10 આંકડાનો અર્થ શું થાય છે? ચાલો (Pan card Details) વિશે આપણે આ લેખમા વિગતવાર માહિતી જાણીશુ.
- શું છે? પાનકાર્ડ નંબર ઉપર ના 10 નંબરનો અર્થ
- પાનકાર્ડ વગર કોઈપણ કામ થઈ શકતું નથી.
- પાનકાર્ડના 10 કેરેક્ટર શું સૂચવે છે?
આ પણ વાંચો: 11 કરોડ પાન કાર્ડ કરવામા આવ્યા ડીએકટીવ, ચેક કરો તમારૂ પાન કાર્ડ એકટીવ છે કે નહી
આલ્ફાબેટ અને ન્યૂમેરિકલ
(Pan card Details)પાનકાર્ડમાં 10 નંબરમાંથી પહેલા ત્રણ અક્ષર આલ્ફાબેટ્સ હોય છે. ઈન્કમટેક્ષ વિભાગ પાન નંબર જાહેર કરતા પહેલા એક વિશેષ પ્રકારની પ્રોસેસ કરે છે. તમારા પાનકાર્ડના નંબરમાં પહેલા પાંચ કેરેક્ટર અક્ષર હોય છે અને ત્યારપછીના ચાર અક્ષર એ નંબર હોય છે. ત્યારપછી ફરી એક કેરેક્ટર હોય છે.
Pan card Details: પાનકાર્ડનો નંબર શું સૂચિત કરે છે?
(Pan card Details) પાનકાર્ડ નંબરનું ચોથું કેરેક્ટર એ જણાવે છે કે, ઈન્કમટેક્ષ વિભાગની નજરમાં તમે શું છો? જો તમે ઈન્ડિવિજ્યુઅલ છો તો તમારા પાનકાર્ડનો ચોથો આલ્ફાબેટ ‘P’ હશે. આ મુજબ તમામ કેરેક્ટરનો અર્થ અલગ અલગ હોય છે. જો તમારા પાનકાર્ડમાં ‘F’ લખેલ હશે તો એ કોઈ ફર્મ હોવાનો સંકેત આપે છે. જો તમારા પાનકાર્ડમાં ‘T’ હશે તો તે કોઈ ટ્રસ્ટ હોવાનો સંકેત આપે છે, ‘H’ અવિભાજિત હિન્દુ પરિવાર હોવાનો સંકેત આપે છે, ‘B’ બોડી ઓફ ઈન્ડિવિઝ્યુઅલ હોવાનો સંકેત આપે છે, ‘L’ લોકલ હોવાનો સંકેત આપે છે, ‘J’ આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન હોવાનો સંકેત આપે છે અને ‘G’ ગવર્નમેન્ટ હોવાનો સંકેત આપે છે.
નાણાંકીય કામ માટે જરૂરી
તમારા પાનકાર્ડમાં પાંચમો નંબર તમારી સરનેમનો પહેલો અક્ષર હોય છે. જો તમારું નામ રવિ પટેલ છે, તો પાંચમો અક્ષર P હશે. ત્યારબાદ રેન્ડમ ચાર અક્ષર હોય છે, અને છેલ્લે એક આલ્ફાબેટ હોય છે. નાણાંકીય કામ માટે પાનકાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે અને તેના પર જે નંબર હોય છે તે નંબર ઈમ્પોર્ટન્ટ હોય છે. આ કારણોસર આ નંબર કોઈપણ વ્યક્તિ સાથે શેર ના કરવો જોઈએ.
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |
પાન-આધાર લિંક કરવાની ડેડલાઈન
પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. તમે રૂ.1,000ની લેટ ફીઝ સાથે 30 જૂન સુધીમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકશો. જો તમારું પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય તો તમારે નાણાંકીય લેવડ દેવડ કાર્યોમાં પાન કાર્ડનો ઉપયોગ કરવા માટે રૂ.10,000નો દંડ ભરવો પડશે.