One Day Marriage: દુનિયાના આ શહેરમાં માત્ર 24 કલાક માટે જ માન્ય ગણાય છે લગ્ન, કારણ જાણીને આશ્ચર્ય થશે

One Day Marriage: મિત્રો આ વાતમાં કોઈ જ શંકા નથી કે દરેક દેશમાં લગ્નની શૈલી અને તેમના રીતરિવાજો અલગ અલગ હોય છે. આપણા ભારતીય સમાજમાં લગ્નો કોઈ તહેવારથી ઓછા નથી, જયારે વિદેશોમાં કોઈ પણ પૂજારી અને મંત્રોચ્ચાર વગર લગ્નો કરવામા આવે છે. અને લગ્ન સંબંધિત વિધિઓ અલગ-અલગ હોય છે, પરંતુ આ બધી વિધિઓ વર-કન્યાના સુખી જીવન માટે કરવામાં આવતી હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ચીનમાં લગ્નની વિચિત્ર પરંપરા

આ દેશ આપણા ભારતનો પાડોશી દેશ ચીન છે, ત્યા હાલમા પણ કેટલાક વિસ્તારોમાં માત્ર 24 કલાક માટે લગ્ન માન્ય (One Day Marriage) છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીનમાં ગરીબીને લીધે જે લોકો લગ્નમા પોતાની પુત્રવધૂને ગિફ્ટ અને પૈસા નથી આપી શકતા તે લોકો લગ્ન નથી કરતા. ત્યારે, ત્યાંના છોકરાઓ અનોખી રીતે લગ્ન કરે છે, જેના કારણે તેમને પરણિત હોવાનું લેબલ લાગે છે.

One Day Marriage: શા માટે માત્ર એક જ દિવસે લગ્ન?

ચીનમાં લગ્ન કરવા માટે છોકરાના પરિવાર અને છોકરાને ઘણો ખર્ચ કરવો પડતો હોય છે. તેના લીધે ચીનના મોટાભાગના છોકરાઓ લગ્ન વિના જ જીવન જીવી રહ્યા છે. પરંતુ ચીનમાં છોકરાઓ માટે બેચલર મરવું અશુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે છોકરાઓ પોતાની એક ઓળખને ભૂંસી નાખવા માટે એક દિવસ માટે લગ્ન કરે છે. હાલમા પણ ચીનના કેટલાક વિસ્તારોમાં એવી પરંપરા છે કે જો કોઈ છોકરો લગ્ન વિના મૃત્યુ પામે છે, તો તેને અંતિમ વિદાય આપતી વખતે પણ છોકરાના લગ્ન કરવામાં આવે છે.

આ લગ્ન ક્યાં થાય છે?

અમે જે અનોખા લગ્નની વાત કરી રહ્યા છીએ તે ચીનના દેશના હુબેઈ પ્રાંતમાં ખાસ કરીને ત્યાના ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. અહીં છોકરા-છોકરીઓના લગ્ન માત્ર 24 કલાક (One Day Marriage) માટેજ કરવામા આવે છે. ખાસ વાત એ છે કે આ લગ્ન માટે કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું નથી અને ન તો કોઈ મહેમાન માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આવા લગ્ન ખૂબ જ અંગત રીતે કરવામા આવે છે. છેલ્લા 6 વર્ષમાં આ ટ્રેન્ડ ખુબ જ ઝડપથી વધ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાને ભારતને બમ્પર વોટથી હરાવ્યું, ભારતને મળ્યા ફક્ત 18 મત, જાણો સપૂર્ણ માહિતી

લગ્ન પછી છોકરીઓનું શું થાય છે?

આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે લગ્ન પછી તે છોકરીઓનું શું થતુ હશે, જેઓ એક દિવસ માટે વહુ બને છે. વાસ્તવમાં, જે છોકરીઓ એક દિવસ માટે દુલ્હન બને છે તેમને ઘણા પૈસા આપવામાં આવે છે. હાલમાં, ચીનમાં એક દિવસીય લગ્નનો વ્યવસાય ખૂબ વ્યાપક છે.