Gujarat Budget 2024: જેમાની એક એટલે નમો લક્ષ્મી યોજના (Namo Lakshmi Yojana). ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ()એ આજે રાજ્યના બજેટ (Gujarat Budget 2024)માં અનેક નવી જાહેરાત કરી છે. જેના માટે 1250 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓમાં શિક્ષણના સ્તરને વધારવા માટે આ યોજનાની જાહેરાત કરાઈ છે. ગુજરાતી જાગરણ જણાવી રહ્યું છે કે આ યોજનામાં શું હશે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે સમન્તે તત્ર દેવતા:. આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમકા છે.
નમો લક્ષ્મી યોજના શું છે? – Namo Lakshmi Yojana
જેમા નાણાપ્રધાન કનુભાઇ દેસાઈએ આ યોજના અંગે જણાવતા કહ્યુ છે કે, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી 12 માં કન્યાઓનો પ્રવેશ વધશે. આ યોજના માટે આગામી વર્ષમાં રૂ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારી, અનુદાનિત, ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવનાર 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક રૂપિયા 10 હજાર અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વાર્ષિક રૂપિયા 15 હજારની સહાય અપાશે.
આ પણ વાચો: જાણો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા પૈસા જમા છે તે તમે કેવી રીતે ચેક કરશો
આ યોજના હેઠળ 12 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીઓેને કુલ 50 હજારની સહાય મળવા પાત્ર થશે.
Namo Lakshmi Yojana થી શાળાઓમાં ધોરણ 9થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે. આથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે. આ યોજનાના અમલીકરણથી માધ્યમિક શિક્ષણમાં પણ સાવત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે આગામી વર્ષમાં 1250 કરોડની ફાળવણી કરાઈ છે.