હરાજી પહેલા Mumbai Indians મોટો ફેરફાર, રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન બન્યો, જાણો વિગતવાર માહિતી

Hardik Pandya Mumbai Indians: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ને લઈને મોટા ફેરફારો તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો હવે હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હરાજી પહેલા Mumbai Indians મોટો ફેરફાર

IPL 2024માં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિતની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Mumbai Indians આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. IPLની આગામી સીઝન માટે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કમાન સોંપવામાં આવી છે.રોહિત શર્મા છેલ્લાં 10 વર્ષોથી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યાં છે. પણ આ વખતે ફ્રેંચાઈઝીએ 2024ની સીઝનથી પહેલા મોટી ડીલ કરી છે અને હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ટીમે આઈપીએલ મિની નીલામી પહેલા જ કેપ્ટનની ઘોષણા કરી દીધી છે. નીલામી 19 ડિસેમ્બરનાં થવાની છે.હાર્દિક હાલમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થઈને મુંબઈ ઈન્ડિયન્સ આવ્યો હતો. 2015થી 2021 સુધી હાર્દિક મુંબઈનો જ ભાગ હતો.

લીડરશીપમાં મોટો ફેરફાર

અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમે 5 વખત ટાઈટલ જીત્યું છે. હવે મુંબઈ ઈંન્ડિયંસે આજે 2024ની સીરીઝ માટે લીડરશીપ ગ્રુપમાં ફેરફાર કર્યો છે. સૌથી સફળ અને લોકપ્રિય કેપ્ટન રોહિત શર્માને કેપ્ટનશીપનાં પદથી હટાવ્યું છે જ્યારે હાર્દિકને એ પદ સોંપ્યું છે.

મુંબઈના હેડ કોચ મહેલા જયવર્ધનેએ શું કહ્યું?

મહેલા જયવર્ધને કહ્યું હતું કે આ ટીમ નિર્માણનો એક ભાગ છે. સારા ભવિષ્ય માટે સત્યને વળગી રહેવું તે મુંબઈ ઈન્ડિયનની ફિલસૂફી છે. Mumbai Indians ને હંમેશા સચિનથી લઈને હરભજન અને રિકીથી લઈને રોહિત સુધીના અસાધારણ નેતૃત્વનો આશીર્વાદ મળ્યો છે, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપતી વખતે હંમેશા ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર નજર રાખી છે. આ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યા IPL 2024ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.

આ પણ વાંચો: 18 વર્ષમાં 56 કિલોમીટર લાંબી તિરાડ… પૃથ્વીનો આ ટુકડો વિભાજિત થઈ રહ્યો છે, બનશે નવો ખંડ

વધુમાં કહ્યું હતું કે અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ; 2013 થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેના નેતૃત્વથી માત્ર ટીમને અપ્રતિમ સફળતા જ નહીં પરંતુ તેણે આઈપીએલના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ, MI અત્યાર સુધીની સૌથી સફળ અને પ્રિય ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા મેદાનમાં અને બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું.

હાર્દિકે ગુજરાત ટાઈટન્સને અપાવ્યો હતો કપ

હાર્દિક પંડયા પણ કેપ્ટન તરીકે IPLનો ખિતાબ જીતી ચુક્યો છે. 2022માં ગુજરાત ટાઈટન્સે હાર્દિકની કેપ્ટનશિપમાં પહેલી વખત રમતા, ટાઈટલ પોતાના નામે કર્યું હતું. 2022ના ઓક્શન પહેલા મુંબઈએ હાર્દિકને રિલીઝ કરી દીધો હતો, પરંતુ 2024ના ઓક્શન પહેલા હાર્દિક Mumbai Indiansની સાથે જોડાયો હતો. હવે ટીમે રોહિતને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડયાને પોતાના નવો કેપ્ટન નિયુક્ત કર્યો છે.