Morbi Bridge Collapsed: મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસમાં જવાબદાર ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને મોટો ઝટકો લાગ્યો છે. જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ પણ પ્રકારનની રાહત મળી નથી. જયસુખ પટેલે જામીન માટે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી અરજી માટે રાહ જુઓ. ચાલો વિગતવાર માહિતી જાણીયે.
સુપ્રીમ કોર્ટે અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો
મોરબી પુલ હોનારતમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, હાલ નીચલી અલદાત કે હાઈકોર્ટમાંથી જામીન મેળવવાના પ્રયત્ન કરો. ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ થયેલી દુર્ઘટનામાં ટોટલ 135 લોકોના અવસાન થયા હતા. ઓરેવા કંપની પાસે આ પુલનો વહીવટ હતો.
Morbi Bridge Collapsed: શું બન્યુ હતું
મોરબીમાં ગયા વર્ષે તારીખ. ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તૂટી (Morbi Bridge Collapsed) ગયો હતો તેમા ૧૩૫ લોકોના મોત થયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામા આવી હતી અને તે ફરિયાદ આધારે પોલીસે જે તે સમયે મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનું કામ કરનાર એજન્સીના કુલ મળીને નવ કર્મચારીઓની ધરપકડ કરવામા આવી હતી. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની ઉપર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.
આ પણ વાંચો: સાવધાન! આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, આંધી-તોફાન સાથે વરસાદ લઇને કરાઇ આગાહી તો રહો સાવચેત જાણૉ
શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?
અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં ખુબ મોટુ અને જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે આખા ભારતમા ધૂમ મચાવતી હતી. ત્યારપછી તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા.