Mobile Number Suspended: કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી 70 લાખ મોબાઈલ નંબર કરી દીધા સસ્પેન્ડ, ડિઝિટલ ફ્રોડ રોકવા લેવાયા એક્શન, બેંકોને આપી સલાહ

Mobile Number Suspended: ભારત સરકારે તાજેતરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરતા દેશમા 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કરી દીધા છે. એટલે કે હવેથી આ બંધ કરાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ (Mobile Number Suspended) કરી દેવામાં આવ્યો છે. ખરેખર તો આ પગલું વધતાં ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવાયું છે, હવેથી આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી 70 લાખ મોબાઈલ નંબર કરી દીધા સસ્પેન્ડ ડિઝિટલ ફ્રોડ રોકવા લેવાયા એક્શન, બેંકોને આપી સલાહ

Mobile Number Suspended
  • ભારત સરકાર દ્રારા ખરેખર તો આ પગલું વધતાં ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવાયું છે
  • હવેથી આ મોબાઈલ નંબરનો ઉપયોગ નહિ કરી શકો

Mobile Number Suspended: સરકારે કેમ ભર્યું આ પગલું?

  • ભારત સરકારે આ પગલું દિવસે દિવસે વધતાં જતા ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામા આવ્યુ છે. સરકાર દ્રારા સસ્પેન્ડ કરાયેલા મોબાઈલ નંબરમાં એવા નંબર પણ સામેલ હતા જે કોઈને કોઈ શંકાસ્પદ લેવડ-દેવડ સાથે જોડાયેલા હતા. ખરેખર આ મામલે આપણા નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ઈન્ટરનેટના દોરમાં ડિજિટલ પેમેન્ટને લઈને થતાં ફ્રોડને રોકવા માટે ભારત સરકાર દ્રારા આ પગલું લેવામા આવ્યુ છે.

આ પણ વાંચો: શું તમે વારંવાર આવતા સ્પેમ કૉલથી કંટાળી ગયા છો ? તો આસાન ટ્રિક્સથી મેળવો છૂટકારો

નાણાકીય સેવા સચિવે આપી માહિતી

  • આપણા નાણાકીય સેવા સચિવ વિવેક જોશીએ આ અંગે જાણકારી આપતાં જણાવ્યુ હતુ કે દિવસે દિવસે ડિજિટલ ફ્રોડના વધતાં જતાં કેસને જોતાં બેન્કોને પણ નિર્દેશ આપી દેવાયા છે. બેન્કોને તેમની પ્રક્રિયાઓ અને સિસ્ટમને પહેલાથી વધુ મજબૂત બનાવવા માટે કહેવામા આવ્યુ છે. આ મુદ્દે ભવિષ્યમાં બેઠકો થતી રહેશે. તેની સાથે જ આગામી બેઠક વર્ષ 2024 જાન્યુઆરીમાં યોજાશે.