Mobile Charging: આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં રાખવાથી બ્લાસ્ટ થાય ખરો?, જાણો તમને મૂંઝવતા દરેક સવાલોનો જવાબ

Mobile Charging: મિત્રો આપણને આપણા મોબાઈલ ફોનની બેટરીને લઈને ઘણીવાર લોકોના મનમાં ઘણા બધા સવાલો ઉઠે છે. લોકોનો સૌથી સામાન્ય સવાલ છે શું રાતભર ફોનને ચાર્જિંગ (Mobile Charging) પર લગાવવાથી મોબાઈલ ફોન બ્લાસ્ટ થાય કે નહિ? લોકોના મનમાં આ ડર ખુબ જ વ્યાજબી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ, જ્યાં સુધી તમારા ફોનમાં કોઈ એક્સટર્નલ પ્રૉબ્લમ કે ડિફેક્ટ નહીં હોય ત્યા સુધી તમારો મોબાઈલ ફોન બ્લાસ્ટ નહીં થાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mobile Charging: શું ઓવરનાઈટ ચાર્જિંગથી બેટરી ઓવરલોડ થાય છે?

  • જાણકારોનું માનીએ તો આજકાલના સ્માર્ટફોનમાં એક્સ્ટ્રા પ્રોટેક્ટિવ ચિપ્સ આપવામા આવેલી હોય છે જે તમારા મોબાઈલના ઓવરચાર્જિંગને રોકે છે. જેવી તમારા મોબાઈલની બેટરી 100 ટકા ચાર્જ થઈ જાય છે, આ ચિપ્સના લીધે ચાર્જિંગ (Mobile Charging) રોકાઈ જાય છે. જો તમે તમારા ફોનને આખી રાત ચાર્જિંગમાં લગાવીને મુકી દો છો, તો ફોનની બેટરી 99 ટકા પર આવતા જ ફરીથી ચાર્જ થવા લાગશે. તેનાથી તમારી બેટરી લાઈફ ઓછી થવાની શક્યતા છે.

ફુલ ચાર્જ થઈ જાય એટલે ચાર્જિંગમાંથી તરત હટાવી લો

  • જો તમે તમારા મોબાઈલ ફોનની બેટરીને લાંબા સમય સુધી ચલાવવા માંગો છો, તો તમે તમારા મોબાઈલ ફોનને આખીરાત ચાર્જિંગમાં ન મુકો. તેના બદલે, તમારા ફોનને 80 થી 90 ટકા સુધી ચાર્જ કરો અને પછી તમારા ફોનને અનપ્લગ કરી દો. તેનાથી તમારા મોબાઈલ ફોનની બેટરીની ક્ષમતા વધશે અને તમારા મોબાઈલ ફોનની લાઈફ પણ લાંબી થશે.

આ પણ વાંચો: WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, નહીં મળે આ સુવિધા, ડિસેમ્બર 2023થી થશે લાગુ

શું સમસ્યાઓ થાય છે ?

  • જો તમે આખીરાત ફોન ચાર્જિંગ મુકો છો તેનાથી ફોનના અંદરની ડિવાઈસ હીટ થઈ જશે. એક્સપર્ટનું માનીએ તો જ્યારે તમે ફોન ચાર્જિંગ મુકો છો તે સમયે તમારા ફોનના કવરને હટાવી દેવું જોઈએ. ફોનને ચાર્જ કરતા સમયે ધ્યાન રાખો કે તેના ઉપર કોઈ ભારે ચીજ એટલે કે પુસ્તક જેવી ચીજ ન હોય. તકિયાના નીચે પણ રાખીને ફોનને ચાર્જ ન કરવો.