Hardik Pandya News: સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) છોડીને મુંબઇ ઇન્ડિયન્સમાં (Mumbai Indians) જોડાયો છે. આ ડીલ ગયા મહિને બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે થઈ હતી. IPL 2022ની મેગા ઓક્શન દરમિયાન અમદાવાદની ફ્રેન્ચાઈઝી દ્વારા 30 વર્ષીય ક્રિકેટરને સાઈન કરવામાં આવ્યો હતો અને તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ 2 વર્ષ સુધી ફ્રેન્ચાઈઝીની કેપ્ટનશીપ કર્યા બાદ હાર્દિક હવે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. આ બધુ IPLના મિની ઓક્શનના થોડા દિવસ પહેલા થયું હતું.
પંડ્યાની ડીલ માટે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત સાથે કેશ ટ્રેડ કરી હતી. પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. હાર્દિક પંડ્યાની ડીલથી ગુજરાતને ઘણો ફાયદો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે આ ટ્રેડ માટે ગુજરાત ટાઈટન્સને 15 કરોડ નહીં પરંતુ 100 કરોડ રૂપિયા આપ્યા હતા.
ગુજરાતને 100 કરોડ રૂપિયા મળ્યા- Hardik Pandya
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને ફ્રેન્ચાઈઝીના ટાર્ગેટ અને ધ્યેય અલગ-અલગ છે. CVC કેપિટલ એક રોકાણ કંપની છે અને તેના 40 મેનેજિંગ પાર્ટનર્સ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ એક બિઝનેસ ફેમિલી છે અને દેશના સૌથી ધનિક પરિવારોમાંનું એક છે. મુંબઈ ઈન્ડિયન્સ માત્ર નફા વિશે જ વિચારતું નથી પરંતુ ફ્રેન્ચાઈઝીના નિર્ણયો પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા હોય છે. અને આમાં હાર્દિક પંડ્યાનો નિર્ણય પણ સામેલ છે. કારણ કે IPLના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ફ્રેન્ચાઈઝી કોઈ ખેલાડીને ટ્રેડ કરવા માટે આટલા પૈસા ખર્ચી રહી હોય. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાતાની સાથે જ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્માને હટાવીને તેને કેપ્ટન બનાવ્યો હતો.
આ પણ વાંચો: દેશમાં કોરોનાના એક્ટિવ કેસ મામલે ગુજરાત પાંચમાં નંબરે, અમદાવાદમાં વધુ 5 કેસ નોંધાયા, જાણો વધુ માહિતી
ગુજરાત સાથે હાર્દિકનો રેકોર્ડ
હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સનું નસીબ બદલી નાખ્યું હતું. જ્યારે Hardik Pandya ટીમનો કેપ્ટન બન્યો ત્યારે તેણે પહેલી જ સિઝનમાં ફ્રેન્ચાઈઝીને ચેમ્પિયન બનાવી હતી. આ પછી, વર્ષ 2023 માં, તેની કેપ્ટનશીપમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. પંડ્યા પોતાની ટીમને સતત બે ફાઈનલમાં લઈ ગયો જે કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે મોટી વાત છે. આ ઉપરાંત વર્ષ 2022માં તે ગુજરાત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો અને ફાઇનલમાં તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. હાર્દિકે ટાઇટન્સ માટે કુલ 21 મેચ રમી છે. આમાં તેણે 833 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી.