Girnar Lili Parikrama: ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક પરંપરા નહીં ઉત્સવ છે. જાણો તેના મહત્વ અને ઈતિહાસ વિશે

Girnar Lili Parikrama: દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ગુજરાત રાજ્યમા ગરવા ગિરનારની લીલી પરિક્રમા ભાવી ભક્તો કરે છે. લીલી પરિક્રમા કરીને ભક્તો પુણ્ય કમાય છે. દર વર્ષે માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્યભરમાંથી હજારો ભક્તો લીલી પરિક્રમા કરવા માટે જુનાગઢ આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Girnar Lili Parikrama

ગિરનારમા લીલી પરિક્રમા કરવાનું ખુબ જ મહત્વ છે. આ પરંપરા 18 મી સદી થી ચાલતી આવતી હોવાનું આપણા ધર્મ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. એવી પણ માન્યતા છે કે ભગવાન કૃષ્ણના સમયમાં પર્વતોની પૂજા અને પરિક્રમા કરવામા આવતી હતી અને આ પરંપરાનું પાલન આજે એક ઉત્સવ તરીકે લીલી પરિક્રમામાં થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ હતુ કે પર્વતને ઈશ્વર સ્વરૂપ માનીને તેમની પૂજા અને પ્રદક્ષિણા કરવાની લોકોને ઉપદેશ આપ્યો હતો કારણકે તેમના દ્વારા જ તમારુ જીવન શક્ય બને છે. એક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ પણ Girnar Lili Parikrama કરેલી છે. લીલી પરિક્રમા દેવ દિવાળી થી શરૂ થતી હોય છે. દેવ ઉઠી એકાદશીના દિવસે યાત્રિકો ભવનાથની તળેટીથી પરિક્રમાની શરૂઆત કરે છે અને પૂનમના દિવસે યાત્રિકો ભવનાથમાં જ પરિક્રમા પૂરી કરે છે.

લીલી પરિક્રમા દરમિયાન લોકો પોતાના ભોજનની માટેની વસ્તુઓ સાથે લઈને નીકળતા હતા. લોકો પરિક્રમાના રૂટ પર પડાવ બાંધીને રોકાતા, તે જગ્યાએજ જ ભોજન બનાવી એકબીજાની સાથે લોકો ભોજન કરતા હતા. ત્યાર પછી ભાવી ભક્તો ભજન કીર્તન કરતાં કરતાં ગિરનારની પરિક્રમા કરતા હતા. જોકે સમયની સાથે લીલી પરિક્રમાના રૂટ પર લોકો સેવા માટે ભોજનની વ્યવસ્થા પણ કરતા હોય છે.

આ પણ વાંચો: માંડ પાક ઉગે તે પહેલાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી,ખેડૂતોના હાલ બેહાલ, રાતા પાણીએ રડશે ખેડૂતો

લીલી પરિક્રમાના પાંચ મહત્વના પડાવ

લીલી પરિક્રમા દરમિયાનમા ભાવિ ભક્તો માટે મહત્વના પાંચ પડાવ આવે છે. તેનુ પણ ખૂબ જ મહત્વ રહેલું છે.

  • લીલી પરિક્રમા નો પહેલો પડાવ ભવનાથ તળેટી,
  • લીલી પરિક્રમાનો બીજો પડાવ ઝીણા બાવાની મઢી છે.
  • લીલી પરિક્રમાનો ત્રીજો પડાવ માણવેલા ને ગણવામાં આવે છે. શ્રવણે પણ પોતાના માતા પિતા સાથે આ જગ્યા પર રોકાણ કર્યું હતું તેના પ્રત્યેક સ્વરૂપે અહીં આજે પણ તમને કાવડ જોવા મળશે..
  • લીલી પરિક્રમાનો ચોથો પડાવ બોરદેવી માતાજીનું મંદિર છે. ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં અહીં બોરનું જંગલ હતું અહીં જ્યારે શક્તિ સ્વરૂપે માતા બિરાજમાન થયા તો માતાજીને બોરદેવી માતાજી તરીકે પૂજવામાં આવ્યા હતા.
  • લીલી પરિક્રમાનો પાંચમો પડાવ સ્વયંભૂ ભવનાથ મહાદેવ છે. પરિક્રમા કર્યા પછી ભક્તો ભવનાથ મહાદેવના ચરણોમાં નકમસ્તક થાય છે અને પરિક્રમા વિધિવત પૂર્ણ થાય છે.