Lava 5G mobile: ભારતીય મોબાઈલ કંપની લાવાએ એ ગુરુવારે નવો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પાવરફુલ ફીચર્સથી સજ્જ આ સ્માર્ટફોનનું નામ Storm 5G (Lava Storm 5G) છે. ફોનની ડિસ્પ્લે 6.78 ઇંચ છે અને રેમ 8 GB છે. આ સ્માર્ટફોન 2 કલર વેરિઅન્ટ ‘ગેલ ગ્રીન’ અને ‘થંડર બ્લેક’માં પસંદગીની બેંક ઑફર્સ સાથે રૂ. 11,999ની વિશેષ પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. તેનું વેચાણ એમેઝોન અને લાવાના ઈ-સ્ટોર પર 28 ડિસેમ્બરથી શરૂ થશે.
દેશી કંપની Lava એ સસ્તો 5G ફોન લોન્ચ કર્યો
લાવા ઈન્ટરનેશનલ લિમિટેડના પ્રોડક્ટ હેડ સુમિત સિંઘે જણાવ્યું હતું કે, “Lava Storm 5G પાસે MediaTek Dimensity 6080 પ્રોસેસર છે. આ ઉપરાંત, આ ફોન 8 જીબી રેમ અને અત્યાધુનિક 50 એમપી પ્લસ 8 એમપી કેમેરા સેટઅપથી સજ્જ છે.
Lava 5G smart mobile
- 6.5 ઇંચની LCD સ્ક્રીન
- MediaTek Dimensity 700 ચિપસેટ
- 50MP નો કેમેરો
- 4GB વર્ચુઅલ RAM,
- 5000 mAh ની બેટરી
બેટરી
Lava Blaze 5G mobile ફોનમાં પાવર આપવા માટે 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. સાથે સુરક્ષા માટે ફેસ અનલોક અને સાઇડ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર ફીચર પણ આપવામાં આવ્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી ઓપ્શન તરીકે wifi, Bluetooth, GPS અને USB ટાઈપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: UPI Transaction પેમેન્ટની લિમિટ નક્કી કરશે સરકાર, જાણો હાલ તમારી બેંકની દૈનિક ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી છે?
એન્ડ્રોઇડ ઓએસ અને કેમેરા
આ ફોન એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તો આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના ત્રિપલ રિયર કેમેરા સેટઅપનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના દ્વારા તમે 2k ફોરમેટ સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકો છો.