Lagn Muhurt 2024: મિત્રો આપણા સનાતમ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. કારતક મહિનામાં કેટલાય પર્વ અને તહેવારો આવે છે, જેનુ ખૂબ જ મહત્વ છે. કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિનું ખાસ મહત્વ હોય છે. આપણા હિન્દુ પંચાગ મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠાની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે.
આ તારીખથી કરી શકશો શુભ પ્રસંગોનું આયોજન
ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા આરાધના કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુ આ દિવસે 4 મહિનાનો શયનકાળ પુરો કર્યો બાદ ઉઠે છે. એટલું જ નહીં દેવઉઠની એકાદશીના દિવસે જ તુલસી માતાના વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ દિવસથી તમામ લગ્ન પ્રસંગોના શુભ મુહૂર્ત તથા માંગલિક કાર્ય પણ શરુ થઈ જાય છે. આ 2024મા દેવ ઉઠી એકાદશી 23 નવેમ્બર ના દિવસે છે.
4 મહિનાથી બંધ માંગલિક કાર્યો ફરી શરુ થશે
- અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કિ રામનું ના મત મુજબ, દેવઉઠી એકાદશીનો મહિમા સનાતન ધર્મમાં ખુબ જ અદ્ભૂત છે. આ દિવસે તુલસી વિવાહ પણ હોય છે અને આ દિવસથી સનાતમ ધર્મને માનનારા લોકો માટે શુભકાર્ય શરુ થઈ જાય છે. 23 નવેમ્બરથી તમામ શુભ અથવા માંગલિક કાર્ય શરુ થઈ જશે, જેમાં વિવાહ, મુંડન, જનેઉ ધારણ અને ગૃહપ્રવેશ કરવામા આવે છે.
નવેમ્બર 2023ના વિવાહ મુહૂર્ત
- 23 નવેમ્બર, 24 નવેમ્બર, 27 નવેમ્બર અને 28 નવેમ્બર તથા 29 નવેમ્બરના દિવસો લગ્ન માટે ખુબ જ શુભ મનાય છે.
ડિસેમ્બર 2023 માટે વિવાહ મુહૂર્ત
- 3 ડિસેમ્બર, 4 ડિસેમ્બર, 7 ડિસેમ્બર, 8 ડિસેમ્બર, 9 ડિસેમ્બરનો દિવસ લગ્ન માટે શુભ મુહૂર્તનો મનાય છે.
અહીં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્ર દ્વારા આધારિત છે.
Lagn Muhurt 2024: લગ્નના શુભ મુહૂર્ત
- 18 જાન્યુઆરી, 21 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 29 જાન્યુઆરી, 30 અને 31 જાન્યુઆરીનો દિવસ લગ્ન માટે ખુબ જ શુભ મનાય છે. અને ફેબ્રુઆરી મહિનામાં 1 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 17 ફેબ્રુઆરી, 18 ફેબ્રુઆરી તથા માર્ચ મહિનામાં 2 માર્ચ, 3 માર્ચ, 4 માર્ચ, 5 માર્ચસ 6 માર્ચ, 7 માર્ચ, 8, 9 માર્ચનું (Lagn Muhurt 2024)શુભ લગ્ન મુહૂર્ત છે.