Dev Diwali: આજે દેવ દિવાળી પર 70 દેશોના રાજદૂતો ક્રુઝ પરથી કાશીનો અદ્ભુત નજારો જોશે, 60 ઘાટ પર એક સાથે ગંગા આરતી થશે

Dev Diwali 2023: કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ જ્યારે દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠે છે તો લાગે છે કે જાણે રોશનીનો આ ઝગમગાટ મા ગંગાના શૃંગાર માટે જ કરાયો છે. આ અદભૂત નજારો જોઇ એવો અહેસાસ થાય છે કે જાણે આકાશમાથી તારલાં જમીન પર ઊતરી આવ્યા હોય. આ અદભુત નજારો જોવા મોટી સંખ્યામાં ભારતીયો તથા વિદેશી મહેમાનો આવશે. આ નજારો તમને આજે જોવા મળશે. જ્યારે ખુદ ભગવાન દેવ દીવાળી મનાવવા માટે સ્વર્ગથી કાશીના ઘાટ ઉપર ઉતરશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

12 લાખ દીપથી ઘાટ થશે રોશન

યોગી સરકાર દેવ દીવાળીને વધારે ભવ્ય બનાવવા માટે 12 લાખ દીવડાથી ગંગા ઘાટને રોશન કરશે. તેમાં એક લાખ દીપ ગાયના ગોબર માથી બનાવેલા હશે. સાફ સફાઈ કરીને તિરંગા જેવી લાઈટિંગથી આખુ શહેર તથા ગંગાઘાટને શણગારવામાં આવ્યો છે.

8થી 10 લાખ પર્યટકોના આગમનનું અનુમાન

આ વર્ષે દેવ દીવાળી પર 8થી 10 લાખ પર્યટકો આવે તેવો અંદાજો છે. આ માટે સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે દેવ દિવાળી જોવા 70 દેશોના રાજદૂત, ડેલીગેટ્સ અને તેમના પરિવારના લોકો આવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ બધા મહેમાનો દેવ દિવાળી નિહાળશે.

પહેલીવાર 70 દેશોના રાજદૂતો અને પ્રતિનિધિઓ આપશે હાજરી

આપણા શાસ્ત્રો મુજબ કારતક મહિનાની પૂનમના દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને દીવા પ્રગટાવીને દિવાળી ઉજવે છે. ભગવાન શિવે કારતક મહિનાની પૂનમના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. તેથી આ દિવસે કાશીમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહેમાનો શહેરમાં હાજર રહેશે. ખાસ વાત એ છે કે આ વખતે પહેલીવાર 70 દેશોના રાજદૂતો અને પ્રતિનિધિઓ દેવ દિવાળી પર કાશીના આનંદમાં સામેલ થવા માટે આ મહેમાનો ખાસ અહીં પહોંચી રહ્યા છે.

આજે શહેરમાં કુલ 21 લાખ દીવા પ્રગટાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તેમાંથી ગંગાના બધા ઘાટ 12 લાખ દીવડાઓથી ઝળહળી ઉઠશે. તેમજ ગાયના છાણનો ઉપયોગ કરીને એક લાખ દીવા પણ પ્રગટાવવામાં આવશે. દેવ દિવાળી પર, ગંગા અને ગોમતીના કુલ 108 ઘાટ અને 75 તળાવો પર દીવાઓનું દાન કરવામાં આવશે. આ દરમિયાન 60 ઘાટ પર ગંગાની વિશેષ આરતી કરવામા આવશે. સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ આ વખતે દેવ દિવાળીના અવસર પર કાશીમાં લગભગ 9 લાખ પ્રવાસીઓ હાજર થવાના છે.

સોમવારે બપોરે વિવિધ દેશોના રાજદૂતો અને પ્રતિનિધિઓ યુપી એરપોર્ટ પર આવી પહોચશે. ત્યાંથી નમો ઘાટ પર આવશે. પછી અસ્સી ઘાટ સુધી ક્રુઝમાં બેસી રાજદૂતો આજનો દેવ દિવાળીનો અદ્ભુત નજારો માણશે.

કાશીમાં રામલલા મંદિરના દર્શન થશે

આ વખતે દેવ દિવાળી પર, ભગવાન બુદ્ધ, ગુરુ નાનક દેવ, કાશીમાં સંત રવિદાસ અને અયોધ્યામાં રામ મંદિરની થીમ પર રંગોળી અને શણગાર કરવામાં આવ્યા છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનીલ વર્માએ કહ્યૂ છે કે ગંગા દ્વાર ખાતે પાંચ મિનિટ માટે લેસર શો કરવામા આવશે, પ્રોજેક્શન મેપિંગ અને લેસર લાઈટ શો પ્રવાસીઓને સહેલાઈથી નૌકાવિહાર કરતી વખતે અને ઘાટ પર ઊભા રહીને જોઈ શકશે.

ગંગાની બીજી બાજુ પ્રવાસીઓ ગ્રીન ફટાકડાનો આનંદ માણી શકશે. રેતી પર લગભગ એક કિલોમીટરના પટમાં ગ્રીન એરિયલ ફટાકડા શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ભગવાન શિવને સમર્પિત સ્તોત્રોના 9 થી 10 ટ્રેક પર આતશબાજી કરવામાં આવશે જેમ કે હર-હર શંભુ, શિવ તાંડવ સ્તોત્ર વગેરે. શોમાં, ફટાકડા લગભગ 60 થી 70 મીટરની ઉંચાઈ પર જશે.

પ્રાચીન દશાશ્વમેધ ઘાટ પર ગંગાનો દુગ્ગાભિષેક કરવામાં આવશે.

વારાણસીમાં ગંગોત્રી સેવા સમિતિના સ્થાપક પ્રમુખ પં. કિશોરી રમણ દુબેએ કહ્યુ છે કે પ્રાચીન દશાશ્વમેધ ઘાટ પર 42 રિદ્ધિ સિદ્ધિ સ્વરૂપ કુમારી કન્યાઓ અને 21 વૈદિક બ્રાહ્મણો ગંગા માતાની આરતી કરશે. 108 કિલોની અષ્ટધાતુની મૂર્તિને વિશેષ ફૂલોથી શણગારવામાં આવશે. તેમજ ગંગાનો 108 લિટર દૂધથી દુગ્ધાભિષેક કરવામાં આવશે.

કાશી વિશ્વનાથ ધામને 11 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે

આ પ્રસંગે કાશી વિશ્વનાથ મંદિરને આકર્ષક બનાવવા માટે કોલકાતા અને બેંગ્લોરથી ફૂલો લાવીને મંદિરને 11 ટન ફૂલોથી શણગારવામાં આવેલુ છે. દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાલ સોમવારે સાંજે 5:09 વાગ્યાથી 7:49 સુધી રહેશે. આ સમયે દીવાનું દાન કરવું ખુબજ શુભ માનવામા આવે છે. એવુ પણ કહેવામાં છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે શિવયોગ અને કૃતિકા નક્ષત્રનો સંયોગ છે જે તમામ ભાવી ભક્તો પર સુખ અને સૌભાગ્યની વર્ષા કરશે. આ સાથે કારતક માસના ધાર્મિક નિયમો અને સંયમોનો અંત આવશે.

આ પણ વાચો: મીની ગોવા તરીકે જાણીતું આ સ્થળ બન્યું ગુજરાતીઓની પહેલી પસંદ

Dev Diwali સંબંધિત માન્યતા

આપણા ધાર્મિક શાસ્ત્રો મુજબ એક સમયે ત્રિપુરાસુર (તારકાસુરનો પુત્ર હતો) નામના રાક્ષસના આતંકને કારણે ત્રણેય લોકમાં અરાજકતા સર્જાઈ હતી. ત્રિપુરાસુર એક નહીં, પરંતુ ત્રણ હતા. ત્રિપુરાસુરએ ત્રણેય દેવતાઓને હરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્રણેય ભગવાન બ્રહ્મા માટે લાંબા સમય સુધી તપસ્યા કરી. ત્રિપુરાસુરની તપસ્યાથી બ્રહ્માએ પ્રસન્ન થઈને ત્રણેયને વરદાન આપ્યું કે તેઓ યુદ્ધમા ક્યારેય દેવતાઓથી હારશે નહીં. ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મેળવીને ત્રણેય ખુબજ શક્તિશાળી બન્યા. ત્યારબાદ ત્રિપુરાસુરે સ્વર્ગ પર હુમલો કર્યો.

આ જોઈને સ્વર્ગીય દેવતા બ્રહ્માદેવ પાસે ગયા. તેમણે સમગ્ર પરિસ્થિતિથીતી જણાવી. ત્યારે ભગવાન બ્રહ્માએ કહ્યું કે ત્રિપુરાસુરને રોકવા માટે દરેકે ભગવાન શિવની મદદ લેવી પડશે. આ સાંભળીને બધા દેવતાઓ કૈલાસ મહાદેવને મળવા પહોંચ્યા અને મહાદેવ પાસે રક્ષણ માંગ્યું. બાદમાં ભગવાન શિવે ત્રિપુરાસુરનો રાક્ષસનો વધ કર્યો. આ પ્રસંગે દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ સાથે આ દિવસે ભગવાન શિવના આશીર્વાદથી માતા દુર્ગાએ મહિષાસુરને મારવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. આ દિવસે સાંજે ભગવાન વિષ્ણુએ મત્સ્યનો અવતાર લીધો હતો.