Indian Constitution Day: 26 નવેમ્બરે કેમ મનાવવામાં આવે છે બંધારણ દિવસ, જાણો શું છે તેનો ઇતિહાસ, 26 જાન્યુઆરી કરતા કેટલો અલગ છે આ દિવસ

Indian Constitution Day: આપણા ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ (Indian Constitution Day) તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ સરકારી ઓફિસ, સ્કૂલ અને કોલેજમાં વિવિધ કાર્યક્રમ, સ્પીચ, ક્વિજ વગેરેનું આયોજન કરવામાં આવતુ હોય છે. આપણા દેશના દરેક નાગરિક માટે 26 નવેમ્બરનો દિવસ ઘણો ખાસ છે અને ગૌરવનો અનુભવ કરવાનો દિવસ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Constitution Day

આ જે એ દિવસ છે જ્યારે તે પુસ્તક બનીને તૈયાર થયું હતું જે પુસ્તકે આપણને આઝાદી અને સમાનતાના આપણા અધિકારો સાથે જીવવાનો અધિકાર આપ્યો. આપણા દેશની બંધારણ સભાએ વર્તમાન બંધારણને 26 નવેમ્બર, 1949ના દિવસે અપનાવ્યું હતું. બંધારણ બનીને તૈયાર થયું અને તેને આપણા દેશને સમર્પિત કરવામાં આવ્યું. આ બંધારણ જ છે જે આપણને એક આઝાદ દેશના આઝાદ નાગરિકને ગૌરવનો અનુભવ કરાવે છે. જ્યાં બંધારણ માટે મૌલિક અધિકાર આપણી ઢાલ બનીને આપણને આપણો હક અપાવે છે.

આપણા આઝાદ ભારતના ઇતિહાસનો સોથી મોટો ઐતિહાસિક દિવસ 6 નવેમ્બર 1949 હતો. આ દિવસે આપણા દેશનુ બંધારણ બનીને તૈયાર થયું અને તેને આપણા દેશની બંધારણ સભા દ્રારા અપનાવવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ (Indian Constitution Day) તરીકે મનાવવામાં આવે છે.

ક્યારે અને કેમ બંધારણ દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

આ દિવસનો પાયો વર્ષ 2015માં મુકવામાં આવ્યો. આ વર્ષ બંધારણના જનક ડૉ. બીઆર આંબેડકરની સાહેબની 125મી જયંતીનું વર્ષ હતું. 26 નવેમ્બર 2015ના રોજ, ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે આ દિવસને ‘બંધારણ દિવસ’ (Indian Constitution Day)તરીકે મનાવવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી.

26 જાન્યુઆરી અને 26 નવેમ્બરમાં અંતર

26 નવેમ્બર 1949માં આપણા દેશનુ બંધારણ બનીને તૈયાર થયું અને બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યું હતુ પરંતુ આ તારીખના બે મહિના પછી 26 જાન્યુઆરી 1950 ના દિવસેમ બંધારણ આપણા દેશમા લાગુ કરવામાં આવ્યું. 26 નવેમ્બરના દિવસ બંધારણ દિવસ (Indian Constitution Day)અને કાયદા દિવસ તરીકે મનાવવામા આવે છે. અને 26 જાન્યુઆરીનો દિવસ ગણતંત્ર દિવસ તરીકે મનાવવામા આવે છે.

લાગુ કરવામાં મોડુ કેમ થયું

હવે સવાલ એ છે કે જ્યારે 26 નવેમ્બર 1949માં આપણુ બંધારણ બનીને તૈયાર થઇ ગયું હતું તો પછી તેને બે મહિના મોડા એટલે કે 26 જાન્યુઆરી 1950માં લાગુ કેમ કરવામાં આવ્યું હશે. આનુ કારણ 20 વર્ષ પહેલા આઝાદીની લડાઇ દરમિયાનની તારીખમાં જાણવા મળે છે. 26 જાન્યુઆરી 1930માં કોંગ્રેસે દેશની પૂર્ણ આઝાદી અથવા પૂર્ણ સ્વરાજનો નારો આપ્યો હતો, તેની યાદમાં બંધારણને લાગુ કરવા માટે 26 જાન્યુઆરી 1950 સુધી રાહ જોવી પડી હતી.

19 ડિસેમ્બર 1929માં જ્યારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે પંડિત જવાહરલાલ નેહરૂને ચૂંટવામાં આવ્યા ત્યારે આ દિવસે પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી હતી. આ અધિવેશનમાં નિર્ણય કરવામાં આવ્યો કે જાન્યુઆરીના અંતિમ રવિવારે દેશનો સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવશે. આ તારીખ 26 જાન્યુઆરી 1930 હતી. 26 જાન્યુઆરી 1930માં પૂર્ણ સ્વરાજની આ માંગને સાર્વજનિક કરવામાં આવી હતી. આ દિવસે લાહોરમાં રાવી નદીના કિનારે પંડિત નેહરૂએ તિરંગો લહેરાવ્યો હતો. આ રીતે 26 જાન્યુઆરીનો દિવસ ઘણો ખાસ હતો જેના માટે રાહ જોવી પડી હતી.

કેટલા દિવસમાં તૈયાર થયું બંધારણ

  • આપણા દેશનુ સંપૂર્ણ બંધારણ તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ લાગ્યા હતા. અને બંધારણનુ કામ 26 નવેમ્બર, 1949માં પુરુ થયું હતું.
  • આપણા દેશના બંધારણની ઓરિજનલ કૉપી પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ અંગ્રેજી ભાષામાં પોતાના હાથથી લખી હતી. આ કેલીગ્રાફી દ્વારા ઇટાલિક ભાષામા લખવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે 20 કિમી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાવાળા સાચવજો હિમ વર્ષા પણ થઇ શરૂ…

કેમ ખાસ છે ભારતનું બંધારણ

  • આપણા દેશનુ બંધારણ વિશ્વનું સૌથી લાબુ અને લેખિત બંધારણ છે, આપણા દેશના બંધારણના કેટલાક ભાગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યૂનાઇટેડ કિંગડમ, આયરલેન્ડ, કેનેડા, જર્મની અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. આપણા બંધારણમા દેશના નાગરિકના મૌલિક અધિકારો, કર્તવ્યો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.