IND Vs AUS: ટીમ ઈન્ડિયા એ WC Cup 2023 ફાઈનલનો બદલો લીધો T20 સિરીઝમા, ઘાયલ સિંહોની ગર્જના: પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2 વિકેટે વિજય

IND Vs AUS: વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં કાલે પ્રથમ T20 મેચ રમાઈ હતી. આ મેચમા 5 T20 શ્રેણીની પ્રથમ મેચમાં કેપ્ટન સૂર્યાની ધમાકેદાર બેટિંગ સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરી 2 વિકેટે જીત મેળવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • પ્રથમ T-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું છે.
  • સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને શાનદાર ફિફ્ટી ફટકારી
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 209 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

IND Vs AUS

પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે (IND Vs AUS) ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. ભારત તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ફિફ્ટી ફટકારી હતી. સુર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા. જેમાં 9 ફોર અને 4 સિક્સરનો સમાવેશ થાય છે. ઈશાન કિશને 39 બોલમાં 58 રન ફટકાર્યા હતા. જેમાં 2 ફોર અને 5 સિક્સરસમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે 21 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ. ગાયકવાડને આજે ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતોત. તિલક વર્મા 12 રને આઉટ થયો હતો. ત્યારે રિંકુ સિંહે 14 બોલમાં 22 રન ફટકારી ભારતને જીત અપાવી હતી. અક્ષર પટેલ 2 રન, રવિ બિશ્નોઈ 0 રન, અર્પિત સિંહ 0 રને રન આઉટ થયા હતો.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો લક્ષ્યાંક આપ્યો

IND Vs AUS વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ (IND Vs AUS) ભારતને જીતવા માટે 209 રનનો લક્ષ્ય આપ્યો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જોશ ઈંગ્લિસે માત્ર 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. તે સિવાય સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. અને ટિમ ડેવિડ 13 બોલમાં 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. 20 ઓવરમાં ત્રણ વિકેટે ઓસ્ટ્રેલિયાએ 208 રન બનાવ્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણ ભારત માટે ખૂબ મોંઘા સાબિત થયા હતા. બંને બોલરોએ એ 50 કરતા પણ વધુ રન આપ્યા હતા. જ્યારે મુકેશ કુમારે પોતાની છેલ્લી ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા.

ભારતની પ્લેઈંગ ઈલેવન

1સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
2રુતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન)
3યશસ્વી જયસ્વાલ
4ઈશાન કિશન (વિકેટકીપર)
5તિલક વર્મા
6રિંકુ સિંહ
7અક્ષર પટેલ
8રવિ બિશ્નોઈ
9અર્શદીપ સિંહ
10મુકેશ કુમાર
11પ્રસિદ્ધ કૃષ્ણ.

આ પણ વાંચો: શું હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યોજાશે T20I સિરીઝ! તો શું છે આ મેચનો ટાઇમ ટેબલ અને ક્યાં રમાશે આ મેચ

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

1મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન)
2સ્ટીવ સ્મિથ
3મેથ્યુ શોર્ટ
4જોશ ઈંગ્લિસ
5, એરોન હાર્ડી
6માર્કસ સ્ટોઈનીસ
7ટિમ ડેવિડ,
8સીન એબોટ
9નાથન એલિસ
10જેસન બેહરેનડોર્ફ
11તનવીર સંઘા.

અગત્યની લિંક્સ

T20 series ની તમામ મેચ જોવા માટેઅહિ ક્લિક કરો
અન્ય માહિતી માટેઅહિ ક્લિક કરો