World Cup 2023: સેમીફાઇનલમાં ભારત સામે કઈ ટીમ મેચ રમશે? ક્વૉલિફાય થવા માટેની રેસ બની રોમાંચક

World Cup 2023: ભારત અને દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે જ્યારે પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ સાથે નંબર 3 પર છે, ન્યુઝીલેન્ડ નંબર 4 પર છે અને પાકિસ્તાન નંબર 5 પર છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

World Cup 2023

  • સેમીફાઈનલમાં ભારત નંબર 1 પર પોતાનું સ્થાન બનાવી લીધું
  • દક્ષિણ આફ્રિકા નંબર 2 પર છે આ વર્લ્ડ કપ 2023માં
  • ભારત અને દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું

ICC Cricket World Cup 2023: World Cup 2023 માં અત્યાર સુધી માત્ર બે ટીમોએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. જેમાં પ્રથમ ટીમ ભારત છે અને બીજી ટીમ દક્ષિણ આફ્રિકા છે. ભારત નંબર 1 પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. કારણ કે અત્યાર સુધીમાં તેણે 8 મેચમાંથી તમામ 8 જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે અન્ય એક પણે ટીમે અહીં સુધી પહોંચી શકી નથી. દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે તે 8 મેચમાંથી 6 જીતી છે અને 2 હારી છે તેણે પણ 12 પોઈન્ટ મેળવ્યા છે.

World Cup 2023 મા કોને કેટલા પોઈન્ટ

પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ સાથે નંબર 3 પર છે. ન્યુઝીલેન્ડ નંબર 4 પર છે અને પાકિસ્તાન નંબર 5 પર છે અને તેનીપાસે 8 પોઈન્ટ છે. જ્યારે અફઘાનિસ્તાન નંબર 6 પર છે. આ ચાર ટીમો વચ્ચે સેમિફાઇનલમાં બાકીના બે સ્થાનો માટે ક્રિકેટનો જંગ થવાનો છે. અત્રે જણાવીએ કે શ્રીલંકા અને નેધરલેન્ડ પણ હજુ સુધી સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ નથી પરંતુ તેમ છતાં તે બંને ટીમોની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે.

સેમી ફાઈનલનું સમીકરણ શું ?

બે ટીમો એટલે કે બાંગ્લાદેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. જેથી આ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જવાની નથી પરંતુ તેમ છતાં આ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કરવા માટે તેમની બાકીની મેચો જીતવાનો પ્રયાસ કરશે. જો તે જીતી જાય તો અન્ય ટીમોની રમત બગાડી શકે છે. હવે સેમિફાઇનલમાં બે સ્થાન માટે મુખ્ય રેસ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે.

આ પણ વાચો: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ઘરે બેઠા અરજી કરો

જીત હારના સમીકરણ

જો ઓસ્ટ્રેલિયા તેની બાકીની બે મેચ જીતી લેશે તો તે આસાનીથી સેમીફાઈનલમાં પહોંચી જશે. જો બેમાંથી એક મેચ જીતવામાં આવે અને એક હારી જાય તો પણ તે સેમીફાઈનલમાં પહોંચશે. ઓસ્ટ્રેલિયા તેની બાકીની બે મેચ હારી જાય તો પણ તેની પાસે સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી વધુ તકો રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આ રેસમાંથી બહાર થઈ શકે છે જો તે બંને મેચ હારી જાય છે પરંતુ તેવું થોડું અસંભવ છે

કીસમે હે કિતના દમ

જો ન્યુઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામેની તેની એક મેચ જીતી જાય છે તો સેમીફાઈનલમાં જવાનો રસ્તો આસાન બની જશે અને જો તે હારી જશે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી લીગ મેચ મોટા માર્જિનથી જીતે છે તો તેણે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચો પર નિર્ભર રહેવું પડશે. જો અફઘાનિસ્તાનની ટીમ તેની બંને મેચ જીતી જશે તો તે સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે. જો એક જીત અને એક હાર અથવા બંને હારી જાય તો અન્ય ટીમોની જીત અને હાર પર આધાર રાખવો પડશે.