Spam massages: શું તમને અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજ અને કોલ વારંવાર તમારુ ધ્યાન ભટકાવી દે છે. આવા ઘણા કોલ અને મેસેજ સ્પામ છે, જે લોકોને છેતરવા માટે કરવામાં આવે છે. જો તમે પણ સ્પામ મેસેજથી પરેશાન છો તો ગૂગલનું એક ફીચર તમારી મદદ કરી શકે છે. ગૂગલના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં સ્પામ ફિલ્ટર ફીચર છે, જેની મદદથી તમે સ્પામ મેસેજને ઓટોમેટીક બ્લોક કરી શકો છો.
Google Messages એપ સ્પામ મેસેજને ફિલ્ટર કરવા માટે AI- આધારિત મોડલનો ઉપયોગ કરે છે. આ મોડેલ મેસેજના કંટેટ, નંબર સેંટર અને અન્ય પરિબળોના આધારે સ્પામ મેસેજને ઓળખે છે.
સ્પામ પ્રોટેક્શન ચાલુ કરવા શું કરવું- Spam massages
- તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર, Google Messages એપ ખોલો.
- ઉપરના રાઇટ સાઇડના ખૂણામાં તમારા પ્રોફાઇલ ફોટોને ટેપ કરો.
- સેટિંગ્સ પર ટેપ કરો.
- સ્પામ પ્રોટેક્શન પર ટેપ કરો.
- ટર્ન ઓન સ્પામ પ્રોટેક્શન’ પર ટેપ કરો.
આ પણ વાંચો: ટેલિનોર સિમ કંપની 1 જાન્યુઆરીથી પરત કરશે, 1 વર્ષ માટે ફ્રી રિચાર્જ પ્લાન મળશે, જાણો વિગતવાર માહિતી
ગૂગલ તેના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોલ કરવા માટે સ્પામ ફિલ્ટર ફીચર પણ આપે છે. આ ફીચર તમારા ફોન પરના તમામ ઇનકમિંગ કોલ્સને આપમેળે સ્કેન કરે છે અને સ્પામ કોલ્સ બ્લોક કરે છે.