Gujarat Rain: ગુજરાત રાજ્યમાં (Gujarat unseasonal rain )બે દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાત રાજ્યના ઘણા જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાયા છે. તો કેટલીક જગ્યાએ ખેતરમાં ઉભેલો પાક પડી ગયો છે. અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વચ્ચે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે જાણો આ લેખમાં સંપુર્ણ
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સહાય ચૂકવાશે, સરકારે કરી આ જાહેરાત જાણો
Gujarat Unseasonal rain: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન
- ગુજરાત રાજ્યમા 2 દિવસથી (Gujarat Gujarat Unseasonal rain વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમા હવામાન વિભાગ દ્વારા તારીખ 26 અને 27મીએ માવઠાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ નોધાયો છે. અને આ માવઠાને કારણે ઘણા વિસ્તારોમાં 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતભરમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત
Gujarat Unseasonal rain – પાકને નુકસાનને લઇને મંત્રીશ્રીએ શું આપ્યુ નિવેદન જાણૉ
- પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાન થયુ છે.
પાકને નુકસાનને લઇને સરકાર કરશે સહાય જાણૉ સરકારની જાહેરાતને
- પાકને નુકસાનને લઇને તેમણે જણાવ્યું હતું કે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા મુજબ વરસાદ ઓછો થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, રાજ્યસરકાર દ્વારા તેનું સર્વે કરીને તેમની સહાય કરવામાં આવશે.
- અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે.
હવામાન અંગે તાજા સમાચાર વાંચવા તથા તાજી અપડેટ્સ માટે અમારી વેબસાઇટ Digitalgujaratportal.com ની મુલાકાત લેતા રહો. આભાર…