હવે ગ્રેજ્યુએશન માટે કોઇ યુનિવર્સિટી જવાની જરૂર નથી, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઈન કોર્ષ શરુ કરવાની સત્તાવાર જાહેરાત હવે ઘરે બેઠાં જ ભણી શકાશે,

Gujarat University Update: ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઈન કોર્ષ શરુ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન કોર્ષમાં વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ ઓનલાઈન અભ્યાસ માટે આગામી સમયમાં વર્લ્ડ ક્લાસ પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે માટે હવે ગ્રેજ્યુએશન માટે કોઇ યુનિવર્સિટી જવાની જરૂર નથી, ઘરે બેઠાં જ ભણી શકાશે કે ઘરે બેઠા ઓનલાન પરીક્ષા આપી ગ્રેજ્યુએશન પુરૂ કરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઈન કોર્ષ શરુ કરવાની સત્તાવાર જાહેરાત હવે ઘરે બેઠાં જ ભણી શકાશે- Gujarat University Update

ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી 6 ઓનલાઈન કોર્ષ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા શૈક્ષણિક સત્રથી 3 UG અંડર ગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ શરૂ કરવામાં આવશે. આ ઓનલાઈન કોર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. જેમાં 30 ટકા ઈન્ટરનલ અને 70 ટકા એક્સટર્નલ પદ્ધતિતી પરીક્ષા લેવાશે.

ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રવેશ પ્રક્રિયાથી લઈ તમામ પ્રક્રિયાઓ થશે ઓનલાઈન

અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટીમાં દેશનાં ખૂણે ખૂણેથી ભણવા માટે લોકો આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ 6 કોર્ષ 100 ટકા ઓનલાઈન ભણી શકે તે માટે પ્રવેશથી લઈ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવી રહી છે. ત્યારે ઓનલાઈન માધ્યમથી અભ્યાસ ચલાવવા માટે વર્લ્ડ ક્લાસ પોર્ટલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર વગેરેથી અભ્યાસ કરી શકશે અને ઘરે બેઠા પોતાનું ગ્રેજ્યુએશન પુર્ણ કરી શકશે.

UG તેમજ PG ઓનલાઈન કોર્ષમાં વર્ષમાં 2 વખત પ્રવેશ પ્રક્રિયા યોજાશે

UG ની B.Com, BA અને BCA અને PG M.Com, MA, MSC ના કોર્ષ ભણાવવામાં આવશે. આ તમામ કોર્ષમાં વર્ષમાં 2 વખત પ્રવેશ પ્રક્રિયા થશે. તેમજ આ તમામ કોર્ષને UGC દ્વારા માન્યતા આપવામાં આવી છે. ભારતીય વિદ્યાર્થીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ આ કોર્ષમાં એડમિશન મેળવી શકશે.

વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે સાથે અભ્યાસ ક્રમ મુજબ ડીગ્રી પણ અપાશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન લેવાનાર પરીક્ષામાં 30 ટકા ઈન્ટરનલ જ્યારે 70 ટકા એક્ષ્ટર્નલ માર્કસ હશે. તેમજ વિદ્યાર્થીઓને સુધારણાનો વિકલ્પ પણ મળશે. અને સમયની જરૂરીયાત મુજબ એડ ઓન સર્ટિફિકેટ કોર્ષ પણ કરાવવામાં આવશે. તેમજ યુનિવર્સિટી દ્વારા સારા માર્કસ સાથે પાસ થનારને ગોલ્ડ તેમજ અન્ય તમામ લોકોને ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ડ્યુઅલ કે જોઈન્ટ ડિગ્રી મેળવી શકશે. જે અન્ય અભ્યાસક્રમ સમકક્ષ જ રહેશે.

આમ, હવે આ ડિજિટલ યુગમાં ઓનલાઇન હવે ઘરે બેઠા પરીક્ષા આપીને ગ્રેજ્યુએશન પુરુ કરવાની એક સરળ માધ્યમથી ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જે ખુબજ ઉપયોગી અને ફાયદાકારક નિવડશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા પરીક્ષા આપી શકશે અને ગ્રેજ્યુએશન પણ પુરુ કરી શકશે.