Gujarat Rain Updates: અત્યારે ગુજરાતમાં અમદાવાદ, જૂનાગઢ, તાપી, સુરત, વલસાડ, રાજકોટ, જામનગર માં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાયો છે. ફરી અંબાલાલ પટેલ Gujarat Rain forecast ને લઈને ભારે આગાહી કરી છે. 33 જિલ્લા માંથી આ 5 જિલ્લા માં પડી શકે છે મુશળધાર વરસાદ.
Gujarat Rain Updates 2023
ગુજરાત હવામાન વિભાગ (IMD) એ અયોગ્ય હવામાન પરિસ્થિતિઓને કારણે ઘણા વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરીને કેટલાક જિલ્લા માટે મહત્વપૂર્ણ વરસાદની ચેતવણી જારી કરી છે.
તાજેતરના ગુજરાત હવામાન અપડેટ મુજબ, આગામી ચાર દિવસ સુધી અમુક જિલ્લામાં ભારે વરસાદ થવાની ધારણા છે, ખાસ કરીને 26 જુલાઈ સુધી.
આ પણ વાંચો : આવતીકાલ નું હવામાન અહીંથી જાણો
Gujarat rain news today 24 જુલાઈ થી 30 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ધારણા છે. આ સિવાય અમદાવાદ, સુરાત, તાપી, રાજકોટ, ભાવનગરમાં પણ 26 જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ikhedut pashupalan sahay yojana:અકસ્માત પશુ મૃત્યુ સહાય યોજના
Junagadh Rain News Today
જૂનાગઢમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં હજી 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવી છે. જૂનાગઢના બધા વિસ્તારમાં પુરનું પાણી ફરી વળ્યું છે અને ઘણા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જૂનાગઢમાં જાનહાની ઓછી થઇ છે પરંતુ નુકસાન બહુ જ ભારે થયો છે. જૂનાગઢમાં ગાડીઓ, ભેંસ, બાઈક તણાઈ ગયા છે અને તેના વિડિઓ પણ વાયરલ થાય છે. તાપીમાં પાણી અંદર ગેસના બાટલા તણાઈને જતા હોય તેનો વિડિઓ પણ વાયરલ થયો છે તમે જોઈ શકો છો.
જૂનાગઢમાં વરસાદમાં ભેંસો તણાઈ ગઈ તેનો વાયરલ વિડિઓ અહીં થી તમે જોઈ શકો છો. માત્ર એકજ દિવસમાં 22 ઇંચ વરસાદ જૂનાગઢમાં નોંધાયો છે.
પ્રભવ જોષી, કલેક્ટર, રાજકોટ કહ્યું છે કે જૂનાગઢમાં ભારે વરસાદને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર કચેરી ખાતે આપાતકાલીન બેઠક બોલાવી હતી. રાહત અને બચાવ કાર્ય માટે રાજકોટ જિલ્લામાંથી 4 મ્યુનિસિપલ ટીમો, 25 હજાર ફૂડ પેકેટ્સ, NDRF ટીમ વગેરેને જૂનાગઢ મોકલવામાં આવી રહી છે.
ગુજરાતમાં રેડ એલર્ટ પછી ની પરિસ્થિતિ
ગુજરાતમાં જૂનાગઢ, તાપી, સુરત, વલસાડ, રાજકોટ, અમદાવાદ માં બહુજ વરસાદ પડ્યો છે અને તાપી તેમજ જૂનાગઢમાં તો ભારે પૂરની સ્થિતી સર્જાઈ છે. જૂનાગઢમાં તો 10 દિવસ સુધી પાણી ઓછા નહિ થાય તેવી સ્થિતિ સર્જાણી છે. હજી પણ અંબાલાલ પટેલ અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગિરનારમાં ભારે વરસાદના લીધે આખા જૂનાગઢમાં ઘોડાપુર આવ્યું છે અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ખેડુતના ખેતરમાં પાણી ઘુસી ગયા છે તેના લીધે સમગ્ર પાકને મોટાપાયે નુકસાન થયું છે. શનિવારે અદાવાદમાં પણ માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. અમદાવામા હજી 26 તારીખ સુધી આગાહી આપવામાં આવી છે.