Gujarat Police Recruitment 2024: આ તારીખથી ગુજરાત પોલીસ ભરતી ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ થઇ જશે ચાલુ હસમુખ પટેલે કરી જાહેરાત, તો જે પણ મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે ખુશીના સમાચાર. ગુજરાત પોલીસ વિભાગમાં 12 હજારથી વધુ જગ્યાઓની ભરતી કરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત થઇ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે. આ તારીખથી ઓનલાઇન ફોર્મ ભરવાનું થઇ જશે અને વધુમાં આ પોલીસ ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર, જુઓ અત્યારેજ આ લેખમાં
Gujarat Police Recruitment 2024
સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓની ભરતી કરવામાં આવશે. પોલીસ ભરતી માટે સત્તાવાર જાહેરાત થઇ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, લોકરક્ષક ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 12 હજાર 472 જગ્યાઓ પર ભરતી થશે.
Gujarat Police Bharti 2024 – ગુજરાત પોલીસ ભરતી 2024
વિભાગનું / ભરતી બોર્ડનું નામ | ગૃહ વિભાગ ગુજરાત |
ભરતીનું નામ | ગુજરાત પોલીસ ભરતી 2024 |
ખાલી જગ્યાઓની | 12472 જગ્યાઓ |
ખાલી જગ્યાઓની પોસ્ટનું નામ | પોલીસ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર |
અરજી પદ્ધતિ / અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | થોડા સમયમાં જ જાહેર થશે |
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સત્તાવાર વેબસાઇટ | police.gujarat.gov.in અને ojas.gujarat.gov.in |
પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 પાત્રતા માપદંડ – Gujarat Police Recruitment 2024
- ગુજરાત પોલીસ ભરતી 2024 માં જો તમે પોલીસ કોન્સ્ટેબલ ભારતી 2024 માટે અરજી કરવા માંગતા હો, તો તમારે નીચેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વપૂર્ણ તારીખો, પગાર અને અન્ય વિગતો નીચે આપેલ છે જેની સંપુર્ણ માહીતી મેળવી લેવી જોઇએ ત્યાર બાદ જ અરજી કરવી જોઇએ
ગુજરાત પોલીસ ભરતીના નવા ભરતી બોર્ડનું નવું એકાઉન્ટ તૈયાર કરાયું
હસમુખ પટેલના જણાવ્યા મુજબ, નવા ભરતી બોર્ડનું નવું એકાઉન્ટ તૈયાર કરાયું છે. જેને થોડા સમયમાં ઓજસ સાથે લિંક કરવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન જાહેર કરાશે અને 4 એપ્રિલથી તમામ અરજીનો સ્વીકાર કરાશે. આ ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર થયા છે. આમ, નકલી અરજી અટકાવવા ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે નામ લખીને માહિતી અપલોડ કરવી પડશે. તમામના પ્રમાણપત્રો જમા કરાવવા પડશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, Gujarat Police Recruitment 2024 ના તા.30 એપ્રિલે અરજી ફોર્મ સ્વીકારીએ તો, 15 મે સુધી પરીક્ષા ન લઇ શકાય.ચોમાસા પછી શારીરિક અને પછી લેખિત પરીક્ષા લેવાશે. ગરમી અને ચોમાસામાં પરીક્ષા થવાની શક્યતા નથી.
નોંધ : આ ભરતીને લઇ નવા નિયમો પણ જાહેર થયેલ છે જે પણ ઓફિશિયલ નોટીફિકેશનમાં આપેલ છે જે સંપુર્ણ પણે વાંચી લેવા જોઇએ.
ગુજરાત પોલીસ ભરતીમાં કઇ કઇ પોસ્ટ માટે ભરતી થશે ?
તો મિત્રો આ ગુજરાત પોલીસ ભરતીમાં કુલ 12472 હજાર જગ્યાઓ પર પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ પર ભરતી થશે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી થશે, SRPની 1000 પોસ્ટ, જેલ સિપાહીની 1013 જગ્યા, જેલ મહિલા સિપાહીની 85 જગ્યા પર ભરતી કરવામાં આવશે. PSIની 472 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
શુંં હશે ઉંમર મર્યાદા ?
- કોન્સ્ટેબલઃ વય મર્યાદા 18 થી 33 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે.
- સબ ઈન્સ્પેક્ટર: ઉમેદવારોની ઉંમર 20 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- સત્તાવાર સૂચના વય મર્યાદા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખનો ઉલ્લેખ કરશે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસમાં ભરતીના નવા નિયમો જાહેર, જાણો સરકારે કયા ફેરફારો કર્યા?
How to Apply Online for Gujarat Police Bharti 2024?
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી ?
- ગુજરાત પોલીસ ભરતી 2024 માટે અરજી કરવા માટે, આ પગલા-દર-પગલાની સૂચનાઓને અનુસરો:
- ગુજરાત સરકારની અધિકૃત OJAS વેબસાઇટની મુલાકાત લો: ojas.gujarat.gov.in.
હોમ પેજ પર, ‘ગુજરાત પોલીસ ભરતી 2024’ માટેની સૂચના લિંક જુઓ, પછી તેના પર ક્લિક કરો. - આ સૂચનામાં ઉલ્લેખિત સૂચનાઓ અને આવશ્યકતાઓને કાળજીપૂર્વક વાંચો.
- કોન્સ્ટેબલ અથવા સબ ઇન્સ્પેક્ટર, સંબંધિત પોસ્ટ માટે ‘ઓનલાઈન અરજી કરો’ લિંક પર ક્લિક કરો.
- ત્યાર બાદ ફોર્મ ખુલશે જેમાં તમામ જરૂરી વિગતો સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટ અને કદમાં અપલોડ કરો, જેમ કે શૈક્ષણિક લાયકાત, તાજેતરનો ફોટોગ્રાફ અને સહી.
- અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તેમાં દાખલ કરેલી તમામ વિગતોની ચકાસણી કરો.
- ચકાસણી પછી, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
ગુજરાત પોલીસ ભરતી મહત્વપૂર્ણ લિંક
- ગુજરાત પોલીસ ભરતી સૂચના વાંચવા અહીં ક્લિક કરો
- ગુજરાત પોલીસ ભરતી ઓફિશિયલ વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
- હોમ પેજ અહીં ક્લિક કરો
આમ, મિત્રો ભરતી ચાલુ થયેથી તમે ઓનલાઇન અરજી કરી નોકરી માટેની સોનેરી તક મેળવી શકો છો.