GSEB HSC Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, માર્ચ 2024માં લેવામાં આવેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 , વિજ્ઞાન પ્રવાહ (GSEB HSC 12th Science), સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ આવતી કાલે એટલે કે તારીખ 9/05/2024ના રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.
ગુજરાત બોર્ડ ધોરણ 12નું રીજલ્ટ આવતીકાલે જાહેર થશે – GSEB HSC Result 2024
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે 9 કલાકે પરિણામ જોઈ સકશે. આ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાહેર કરી શકશે.
આ પણ વાચો: ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી શુ કરવુ જોઇએ? અહી જાણો સંપુર્ણ માહિતી
જાણો કઇ રીતે રિજલ્ટ ચેક કરશો?
- સૌપ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ (gseb.org) ઓપન કરો
- અહીં તેના હોમ પેજ પર તમને પરિણામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- હવે અહીં સીટ નંબર અને અન્ય જરૂરી વિગત ભરો
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
- આટલું કર્યા બાદ જ તમને તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળી શકે છે