Exam Pattern Change: ગુજરાત રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ વારંવાર બનતી હતી જેની સામે હવે ગુજરાત સરકારે ઉપર માછલા પણ બહુ ધોવાયા. સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાંબા ગાળાની નીતિ અપનાવવા માંગતી હોય કદાચ એવુ લાગે છે. GSSSB મંડળે હવે તેમની આવનારી પરીક્ષા ઓનલાઈન (Exam Pattern Change)લેવાનું નક્કી કર્યું છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન લેવામા આવશે.
પેપર લીક હવે બનશે ભૂતકાળ ! ભરતી પરીક્ષા ઓનલાઈન પેપર ફૂટતા અટકશે? સાયબર સુરક્ષાનો કેવો પડકાર?
- પેપર લીક હવે બનશે ભૂતકાળ ! ભરતી પરીક્ષા ઓનલાઈન પેપર ફૂટતા અટકશે? સાયબર સુરક્ષાનો કેવો પડકાર?
- ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા પદ્ધતિમાં કર્યા મોટા ફેરફાર (Exam Pattern Change)
- ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેશે
- હવે તબક્કાવાર ઓનલાઈન પરીક્ષા યોજાશે
Exam Pattern Change
- હવે જોવાનુ એ છે કે પેપર લીક ન થાય અને જે લાયક ઉમેદવાર છે તેને જ પરીક્ષામા પાસ થાય. હાલ ગૌણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું કામ TCS કંપનીને સોંપ્યું છે. પરીક્ષા કોમ્પ્યુટરાઈઝ હોય તો સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. GSSSB ના આ નિર્ણયને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો કેવી રીતે જુએ છે એ હવે જોવાનુ રહ્યુ. આવનાર સમયમાં અન્ય પરીક્ષાઓ પણ ઓનલાઈન કરવી જોઈએ કે નહીં તેના વિશે પણ ગુજરાત સરકાર દ્રારા ચર્ચા કરવામા આવી રહિ છે. ઓનલાઈન પરીક્ષાથી સરકારી ભરતીની પ્રક્રિયા પણ આપોઆપ ઝડપી બનશે કે નહીં
આ પણ વાંચો: GSSSB ગૌણ સેવા પસંદગી મંડળનો સૌથી મોટો નિર્ણય, હવેથી પરીક્ષાઓ ઓનલાઈન કોમ્પ્યુટરથી લેવાશે
- ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો(Exam Pattern Change) છે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઓનલાઈન પરીક્ષા લેશે. હવે તબક્કાવાર ઓનલાઈન પરીક્ષા યોજાશે. ગૌણ સેવાની પરીક્ષાનું માળખું બદલવા કવાયત હાથ ધરી છે.
- હવે ત્રણ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા લેવામા આવશે
- એક સાથે 15000 ઉમેદવાર પરીક્ષા આપી શકે એવું આયોજન કરવામા આવશે
- વધુ વિદ્યાર્થી હશે ત્યારે અલગ-અલગ દિવસે પરીક્ષા યોજવામા આવશે
Exam Pattern Change: પરીક્ષા પદ્ધતિમાં શું ફેરફાર થયા?
- હવે ત્રણ તબક્કામાં ઓનલાઈન પરીક્ષા યોજાશે. એક સાથે 15000 ઉમેદવાર પરીક્ષા આપી શકે એવું આયોજન કરાયું છે. વધુ વિદ્યાર્થી હશે ત્યારે અલગ-અલગ દિવસે પરીક્ષા યોજાશે. કોમ્પ્યુટરના માધ્યમથી ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. MCQ પદ્ધતિની પરીક્ષામાં હવે પાંચમો વિકલ્પ આપવામાં આવશે. પાંચમાં વિકલ્પનું નેગેટીવ માર્કિંગ થાય નહીં. અગાઉ વિકલ્પ ન પસંદ કરવા પર 0.25 માર્ક કાપવામાં આવતા હતા.
- ઓનલાઈન પરીક્ષાને આવકારો આપવામા આવ્યો
- પહેલા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારો અરજી કરતા હતા
- અલગ-અલગ દિવસે પરીક્ષાથી અવ્યવસ્થા નહીં થાય
ઉમેદવારો શું કહે છે?
- પહેલા ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારો અરજી કરતા હતા. અલગ-અલગ દિવસે પરીક્ષાથી અવ્યવસ્થા નહીં થાય. પેપર ફૂટવાની શક્યતા હવે નહીંવત રહેશે. ઉમેદવારો પણ સરળ રીતે આ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન પરીક્ષાથી પરિણામ પણ ઝડપથી આપવામા આવશે. ઝડપી પરિણામથી ભરતી પ્રક્રિયાને વેગ મળશે. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે પ્રિન્ટીંગનો કાગળ બચી જશે. સાયબર સુરક્ષા સુનિશ્ચિત થાય એ જરૂરી છે.
ચર્ચાસ્પદ પેપર લીક કાંડ
વર્ષ | પેપર લીક કાંડ |
2021 | હેડ ક્લાર્ક |
2021 | સબ ઓડિટર |
2019 | બિન સચિવાલય ક્લાર્ક |
2018 | LRD |
2018 | TET |
2015 | પંચાયત તલાટી |
2014 | રેવન્યૂ તલાટી |
પશ્ચિમી દેશમાં કેવી વ્યવસ્થા છે?
- ઓપન બુક એક્ઝામનો એક વિકલ્પ હોય છે. જે વિષયની પરીક્ષા હોય તેની ટેક્સ્ટ બુક આપી દેવામા આવે છે. સવાલ એવી રીતે પૂછાય છે કે તમારે ટેકસ્ટ બુકથી વિશેષ લખવું પડે છે. ઓપન બુક એક્ઝામ છતા પાસ થવામાં પણ ઘણી તકલીફ પડે છે. જે પરીક્ષાનું પેપર હોય તે કોર્સમાં 25 થી 30 જુદા-જુદા પેપર આપેલા હોય છે. બાજુમાં બેઠેલા પરીક્ષાર્થીનું પેપર સાવ જુદું આપેલ હોય છે. ઘણી ઓનલાઈન પરીક્ષામાં સ્ક્રીન ફ્રીઝ થઈ જાય તેવી વ્યવસ્થા હોય છે. તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી તમે બીજી વેબસાઈટ ઉપર જઈ શકશો નહિ. જસ્ટ ઓન ટાઈમ પદ્ધતિ પણ પશ્ચિમી દેશમાં અમલમાં છે. પેપર એન્ક્રીપ્ટેડ હોય છે જે સામે હોય છતા વાંચી ન શકાય. એન્ક્રીપ્ટેડ પેપર પરીક્ષાના 15 મિનિટ પહેલા જ જનરેટ થાય છે. પાંચ મિનિટ પહેલા જ પેપર સર્વર ઉપર મોકલવામાં આવતુ હોય છે.
અગત્યની લિંક
સત્તાવાર વેબસાઈટ | અહિ ક્લિક કરો |
વધારે માહિતી માટે | અહિ ક્લિક કરો |