Dev Diwali 2023: મિત્રો દિવાળી ના તહેવારો પુરા થઇ ગયા છે. હવે થોડા દિવસોમા દેવ દિવાળી, દેવ ઉઠી એકાદશી આવશે. દેવ દિવાળી નુ ઘણુ આધ્યાત્મિક મહત્વ રહેલુ છે. આ પોસ્ટમા આપણે દેવ દિવાળી ના શુભ મુહુર્ત, અને દેવ દિવાળી વ્રતની તમામ માહિતી મેળવીશુ.
જાણૉ પંચાંગ અનુસાર દેવ દિવાળી શુભ મુહૂર્ત, તિથિ, અને દેવ દિવાળીના દિપોત્સવનું મહત્વ
Dev Diwali 2023: દેવ દિવાળીના દિપોત્સવનું મહત્વ સાથે એ દિવસે શું માનવામાં આવે છે શુભ ?
- આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. દેવ દિવાળીના દિવસે પ્રદોષકાળ દરમિયાન દીવો દાન કરવો શુભ માનવામાં આવે છે.
- કારતક મહિના ની એકાદશીના દિવસે દેવ દિવાળી આવે છે. આ વર્ષે દેવ દિવાળી કે દેવ ઉઠી એકાદશી 23 નવેમ્બરના રોજ છે.
- એવું માનવામાં આવે છે કે દેવ દીપાવલીના તહેવારની ઉજવણી કરવા માટે તમામ દેવતાઓ પૃથ્વી પર આવે છે. પ્રાચીન શહેર કાશીમાં, લોકો આ દેવતાઓને આવકારવા લાખો દીવાઓ પ્રગટાવીને આ તહેવારની ઉજવણી કરે છે. ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલીનો પવિત્ર તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને આ દિવસે કરવામાં આવતા દીપ દાનનું શું મહત્વ છે
આ પણ વાંચો: નવું ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, તહેવારો અને જાહેર રજાઓ જુઓ
- એવી લોકમાન્યતા છે કે જે પણ લોકો એકાદશીનું વ્રત કરે છે તેમના માટે દેવઊઠી અગિયારસનાં વ્રત અને પૂજાનાં નિયમો જાણવા ખુબજ જરુરી છે. નિયમોનું પાલન કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વખતે (Dev Diwali 2023) દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ છે. આપણે ત્યા એકાદશીનાં દિવસે લાકડાનાં દાંતણ અને ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી લોકમાન્યતા છે. લીંબુ કે જાંબુના દાતણથી તમારા દાંત અને કંઠ સાફ કરવા. આ દિવસે ઝાડનાં પાન તોડવા નહિ. નીચે પડેલા પાનનું સેવન કરવું જોઈએ.
એકાદશીનુ વ્રત (દેવઉઠી એકાદશીનુ વ્રત)
દેવઉઠી એકાદશીનુ વ્રત કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેવી લોકમાન્યતા છે. આ અંગે નીચેની બાબતો ધ્યાનમા રાખવી જોઇએ.
- એકાદશીનાં દિવસે સવારે સ્નાન કર્યા બાદ શ્રીવિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવે છે.
- એકાદશીનાં દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનાં જાપ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- આખા દિવસ દરમિયાન ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ દ્વાદશ અક્ષર મંત્ર અથવા ગુરુમંત્રનો જાપ કરવો.
- આ દિવસે તમારી યથાશક્તિ મુજબ ગરીબોને દાન કરવું.
- રાત્રીમાં ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રગટાવી મધ્યરાત્રી સુધી જાગરણ કરવું.
- આ દિવસે ફળાહાર અથવા ઘરમાંથી નિકળેલ ફળનાં રસ કે દૂધ પર ઉપવાસ કરવો ફળૅદાયી રહેશે. કેરી, કેળા, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે અમૃત ફળોનું ખાઈ શકાય છે.
Dev Diwali 2023 ક્યારે છે?
- આપણા પંચાંગ મુજબ, આ વર્ષે કારતક પૂર્ણિમા 26 નવેમ્બરે બપોરે 3:53 વાગ્યે શરૂ થઈ રહી છે અને 27 નવેમ્બરે બપોરે 2:46 વાગ્યે પુરી થશે. આવી સ્થિતિમાં, દેવ દિવાળી આ વર્ષે 26 નવેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે.
દેવ દિવાળી શુભ મુહૂર્ત – દેવ દીપાવલી પૂજાનો શુભ સમય ?
- કાર્તિક પૂર્ણિમા તિથિ શરૂ થાય છે – 7મી નવેમ્બર 2022 સાંજે 04:15 વાગ્યે
- કાર્તિક પૂર્ણિમાની તારીખ સમાપ્ત થાય છે – 8મી નવેમ્બર 2022 સાંજે 04.31 વાગ્યા સુધી
- પ્રદોષ કાલ દેવ દીપાવલી મુહૂર્ત – સાંજે 05:14 થી 07:49 સુધી
- અવધિ – 02 કલાકથી 35 મિનિટ સુધી
- અભિજીત મુહૂર્ત – 11:43 am થી 12:26 pm
- દેવ દિવાળીના દિવસે માન્યતા અનુસાર પ્રદોષકાળ દરમિયાન દીવો દાન કરવો શુભ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ 26 નવેમ્બરે પ્રદોષ કાળ સાંજે 5:08 થી 7:47 સુધી રહેનાર છે.
- પૌરાણીક માન્યતાઓ અનુસાર ત્રિપુરાસુર રાક્ષસે ખૂબ જ આતંક મચાવ્યો હતો. જેનાથી દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ ખૂબ જ ત્રસ્ત હ્તા. ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. ત્યારે વારણસી મા દેવી દેવતાઓ એ દિવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દર વર્ષે કારતક મહિનાની પૂનમે દેવ દિવાળી ઉજવવામા આવે છે.
આવા આવનાર ધાર્મિક વાર- તહેવારો વિશે દરોજ અપડેટ્સ મેળવવા અમારી વેબસાઇટ Digitalgujaratportal.com સાથે જોડાયેલા રહો અને દરોજ અપડેટ્સ મેળવવા પેજ પર આપેલ ગૂગલ ન્યુઝ ફોલોવ કરી લો જેથી આવનાર તમામ અપડેટ્સ તમને મળતી રહે.