Cricket World cup 2023: ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં મેળવ્યું સ્થાન સાથે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું, વિરાટ અને અય્યરની સદી, શમીની શાનદાર 7 વિકેટ જુઓ

ભારતને ચોથી વખત Cricket World cup 2023 વર્લ્ડ કપની ફાઈનલમાં મળ્યુ સ્થાન: ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું, વિરાટ અને અય્યરની સદી સાથે શમીની 7 વિકેટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તો જાણો આ ભારતીય ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 1983, 2003 અને 2011માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવી ભારત ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં મેળવ્યું સ્થાન

Cricket World cup 2023 Live Updates

ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું, વિરાટ અને અય્યરની સદી સાથે શમીની 7 વિકેટ

India Vs New Zealand World Cup Semifinal Match 2023 – ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 50મી ODI સદી ફટકારી અને 117 રનની ઇનિંગ રમી. શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેરીલ મિચેલે 134 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી.

Cricket World cup 2023 મોહમ્મદ શમીનો વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ બ્રેક

વર્લ્ડ કપ ૨૦૨૩ મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ માટે તેણે માત્ર 17 ઇનિંગ્સ લીધી, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી છે. તેણે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો, જેણે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.

Cricket World cup 2023 શમીએ ઓપનરોને પેવેલિયન મોકલી દીધા અને પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડ 46/2, સાથે મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી

398 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખાસ રહી ન હતી. પાવરપ્લેમાં 46 રન બનાવતા ટીમે ઓપનરોની વિકેટો ગુમાવી દીધી હતી. રચિન રવીન્દ્ર અને ડેવોન કોનવે 13-13 રન બનાવીને આઉટ થયા હતા.

પાવરપ્લેની શરૂઆતની ઓવરમાં કિવી ઓપનરોએ સાવધાનીપૂર્વક શોટ રમ્યા હતા. 5 ઓવરમાં ટીમનો સ્કોર વિના નુકશાન 30 રન હતો. અહીં મોહમ્મદ શમીએ પોતાના પહેલા બોલ પર સફળતા હાંસલ કરી અને કોનવેને આઉટ કર્યો. આટલું જ નહીં, શમીએ આઠમી ઓવરના ચોથા બોલ પર રચિન રવીન્દ્રને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ભારતે 398 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલી-અય્યરે સદી ફટકારી અને મેળવો ભારતે સેમીફાઇનલમાં વિજય

Cricket World cup 2023 મૂંબઇના વાનખેડે મેદાન પર ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ 393 રનનો હતો. જે ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2015 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં બનાવી હતી.

વર્લ્ડ કપ ૨૦૨૩ જુઓ લાઇવ અપડેટ્સ ન્યુઝ

Semi final world cup 2023 India vs New zealand highlights Watch Now

વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની વન-ડે કારકિર્દીની 50મી સદી ફટકારી હતી. તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો છે. વિરાટે સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. અય્યરે વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારી હતી. શુભમન ગિલે 66 બોલમાં 80 રન અને કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી.